રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત: મોદી યાદ રહે ન રહે દેશની શોર્યગાથા રહેવી જોઇએ

ભારતીય સેનાના શહીદ જવાનોની કુરબાનીના સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે આ રાષ્ટ્રીય શહીદ સ્મારકને ખુલ્લુ મુકાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ભારતીય સેનાધ્યક્ષો સહિત શહીદ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા છે. 

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત: મોદી યાદ રહે ન રહે દેશની શોર્યગાથા રહેવી જોઇએ

નવી દિલ્હી : National war memorial વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકને દેશને સમર્પિત કરશે. આઝાદી બાદથી જ આ સ્મારકની માંગ થતી રહે છે, જો કે આજે આ સ્વપ્ન પુર્ણ થવા જઇ રહ્યું છે. દિલ્હીમાં ઇન્ડિયા ગેટની સામે બનેલા આ સ્મારકમાં દેશના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને રવિવારે મન કી બાત કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરી હતી. 

વડાપ્રધાન મોદીએ પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે, થોડા મહિનાઓમાં રાફેલ વિમાન ભારતનાં આકાશમાં ઉડી રહ્યું હશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં લોકો નહોતા ઇચ્છતા કે દેશમાં રાફેલ વિમાન આવે. ગત્ત સરકારે દેશની સેનાને નબળી પાડવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે, 2009માં સેનાના જવાનો બુલેટ પ્રુફ જેકેટની માંગ કરી હતી. અમારી સરકારમાં 2.90 લાખ જેકેટ ખરીદીને સેનાને શક્ત બનાવવાનું કામ કરવામાં આવ્યું. 

વડાપ્રધાને કહ્યું કે, દેશની સેનાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અમે સતત કામ કરી રહ્યા છીએ. જે લોકો નિર્ણયને અશક્ય સમજવામાં આવતો હતો, તેને શક્ય બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની વિચારણામાં સૌથી પહેલા સેનાના જવાનો આવે છે. તેમણે કહ્યું કે, દેશ પર સંકટ દુશ્મનનાં કારણે આવ્યું હોય કે પ્રકૃતીનાં કારણે આવ્યું હોય. અમારા સૈનિકોએ સૌથી પહેલા દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે અને પહેલો ઘા પોતાની છાતી પર લીધો છે. તમે બધા જ ભુતપુર્વ નહી પરંતુ અભુતપુર્વ છો કારણ કે તમારા જેવા લાખો સૈનિકોના શોર્ય અને સમર્પણના કારણે જ આજે આપણી સેનાની ગણત્રી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં થાય છે. 

આજે મને ઘણો સંતોષ છે કે થોડા સમય બાદ તમને અને દેશને જેની રાહ દશકોથી હતી તે મેમોરિયલ પ્રાપ્ત થશે. આઝાદીનાં સાત દશક બાદ માં ભારત માટે બલિદાન આપનારાઓની યાદમાં નિર્મિત રાષ્ટ્રીય સ્મારક, તેમને સમર્પિત કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય સમર સ્મારકની માંગ અનેક દશકોથી થઇ રહી હતી. 

વડાપ્રધાને કહ્યું કે, દેશની સુરક્ષામાં સમાજનાં તમામ વર્ગોની ભાગીદારી જરૂરી છે, અને સ્વાભાવિક રીતે હોવી જ જોઇે. આ વિચાર સાથે પહેલી વાર મહિલાને ફાઇટર પાયલોટ બનાવવાની તક આપવામાં આવી છે. સેનામાં પણ દેશની પુત્રીઓ ભાગીદારી થા અને વધારે મજબુતી માટે નિરંતર આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 

અગાઉ સૈનિકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અનેક દશકોથી નિરંતર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની માંગ થઇ રહી હતી. કેટલાક પ્રયાસો થયા પરંતુ કોઇ નક્કર કાર્ય નથી થયો તમારા આશીર્વાદથી અમે 2014માં આ સ્મારકનું કાર્ય ચાલુ કર્યું અને આ કાર્યને નિશ્ચિત સમયે પુરૂ કર્યું.

સેનામાંથી પણ કમાણી કરી રહ્યો હતો એક પરિવાર
વડાપ્રધાન મોદીએ રાફેલના મુદ્દે જવાબ આપતા કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો. તેમણે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા સંરક્ષણ સોદાઓમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. સાથે સેનાને નજર અંદાજ કરીને અંગત સ્વાર્થ માટે રાફેલ સોદો અટકાવવાનું કાવત્રું રચ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકારે દેશની વીર પુત્ર-પુત્રીઓની સાથે સૈનિકો અને રાષ્ટ્રની સુરક્ષા સાથે રમત કરવામાં આવ્યો. એટલે સુધી કે સેના માટે બુલેટ પ્રુફ જેકેટ પણ ખરીદવામાં નહોતા આવ્યા. પરંતુ અમારી સરકારે 2.30 લાખ હજારથી વધારે બુલેટ પ્રુફ જેકેટ ખરીદ્યા. વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે અગાઉની સરકારે સૈનિકો અને તેમના સંસાધનોને કમાણીનું માધ્યમ બનાવી લીધું હતું.

અશક્યને કરી રહ્યા છીએ શક્ય
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે કામો પહેલા અશક્ય ગણવામાં આવતા હતા, તેને હવે શક્ય બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઘણા લાંબા સમયથી તમારી માંગ હતી કે તમારા માટે સુપર મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવે. આજે આ ઐતિહાસિક પ્રસંગે મને તમને જણાવવાનું સૌભાગ્ય મળ્યું છે કે એક નહી પરંતુ આવી ત્રણ મલ્ટિ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવા જઇ રહ્યા છીએ. 

યુદ્ધ સ્મારક સંકલ્પથી સિદ્ધીનું પ્રતિક
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે, રાષ્ટ્રીય સમર સ્મારકની માંગ અનેક દશકોથી નિરંતર ઉઠી રહી હતી. ગત્ત દશકોમાં એક બે વખત પ્રયાસ થયા પરંતુ કંઇ જ નક્કર નહોતુ થઇ શક્યું. તેમણે કહ્યું કે, તમારા આશિર્વાદથી વર્ષ 2014માં અમે રાષ્ટ્રીય સમર સ્મારક બનાવવા માટે પ્રક્રિયા ચાલુ કરી અને આવકથી નિશ્ચિત સમય પહેલા જ તેનું લોકાર્પણ કરવામાં આવનારુ છે. આ સંકલ્પથી સિદ્ધિ સુધીનું પ્રતિક છે. 

પૂર્વ સૈનિકોને સંબોધિત કરી રહ્યા છે સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આજ દેશ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સમર્પિત કરવામાં આવશે અને આ દિવસ માટે ઘણો લાંબો સમય લોકોએ અને ખાસ કરીને દેશનાં જવાનોએ રાહ જોવી પડી છે. પરંતુ આ સરકાર સૈનિકોનું સન્માન કરી રહી છે. આ સરકારે OROP હોય કે પછી યુદ્ધ સ્મારકની માંગ સૈનિકોની દરેક ઇચ્છા પુરી કરી છે

ઇન્ડિયા ગેટ પહોંચ્યા PM
વડાપ્રધાન મોદી યુદ્ધ સ્મારક સ્થળનું ઉદ્ધાટન કરવા માટે દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે પહોંચી ચુક્યા છે. તેમની સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર છે. સાથે જ મોટા પ્રમાણમાં પૂર્વ સૈનિકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. 

વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન મોદી હવેથી થોડા સમય બાદ સાંજે આશરે 05.45 વાગ્યે ઇન્ડિયા ગેટ પહોંચશે અને આ સાથે જ દેશનાં સૌપ્રથમ યુદ્ધ સ્મારકને સમર્પિત કરશે. 

ભારતીય સેનાના શહીદ જવાનોની કુરબાનીના સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે આ રાષ્ટ્રીય શહીદ સ્મારકને ખુલ્લુ મુકાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ભારતીય સેનાધ્યક્ષો સહિત શહીદ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા છે. પુલવામાના શહીદોને નમન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેના પૈકી એક છે. સૈનિકોએ હંમેશા પ્રહારો પોતાના પર સહ્યા છે અને તેનો યોગ્ય જવાબ પણ આપ્યો છે. સૈનિકોનાં શોર્યના વખાણ કરતા વડાપ્રધાને મોદીએ પુલવામાના શહીદ જવાનોને નમન પણ કર્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news