આવી ગયું પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું નવું પોસ્ટર, ટેગલાઇન છે બહુ રસપ્રદ
આ પોસ્ટર ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબેરોયે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યું છે. આ પોસ્ટ શેયર કરતી વખતે વિવેક દ્વારા જબરદસ્ત કેપ્શન લખવામાં આવ્યું છે જેમાં તેનો ઉત્સાહ છલકાય છે.
Trending Photos
નવી દિલ્હી : લાંબા સમય સુધી રિલીઝ માટે રાહ જોયા પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ માટે તૈયાર છે. વિવેક ઓબેરોય આ ફિલ્મમાં વડાપ્રધાન મોદીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થવાની છે અને એ પહેલાં એક નવું અને જબરદસ્ત પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં પીએમ મોદી શંખનાદ કરતા દેખાય છે.
આ પોસ્ટર ફિલ્મના લીડ એક્ટર વિવેક ઓબેરોયે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યું છે. આ પોસ્ટ શેયર કરતી વખતે વિવેક દ્વારા જબરદસ્ત કેપ્શન લખવામાં આવ્યું છે જેમાં તેનો ઉત્સાહ છલકાય છે. વિવેકે કેપ્શનમાં લખ્યું છે કે, 'ભારતમાં દરેક મોટા કામની શરૂઆત શંખ વગાડીને કરવામાં આવે છે.'
भारत में हर बड़े काम कि शुरूवात शंख बजा कर की जाती है ... #PMNarendraModi #DekhengeModiBiopic#PMNarendraModiOn24thMay@vivekoberoi @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @ModiTheFilm2019 @anandpandit63 @LegendStudios @AcharyaManish7 @tseries pic.twitter.com/rZ4Q0pqo7v
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019
હવે સામે આવેલા ભગવા અને લાલ રંગના પોસ્ટરમાં લખ્યું છે, 'आ रहे हैं दुबारा पीएम नरेन्द्र मोदी, अब कोई रोक नहीं सकता.' આ ટેગલાઇન ચૂંટણીના રિઝલ્ટ પહેલાં આવેલા અનુમાનો સામે ઇશારો કરે છે.
આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીનો રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મ ટ્રેલર રીલિઝ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. મનોજ જોશી આ ફિલ્મમાં અમિત શાહની ભૂમિકામાં છે. સાથે જ દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રસાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત. આર. સલૂજા મુખ્ય ભૂમિકાઓમાં છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ આ ફિલ્મના નિર્માતાઓ છે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી આ બાયોપિક પહેલાં 5 એપ્રિલે રિલીઝ થવાની હતી પણ પછી આ તારીખ બદલાઈને 11 એપ્રિલ થઈ હતી. હવે આ ફિલ્મ 24 મેના દિવસે રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે