Lok sabha elections 2019: બ્રાંડ મોદી અને બે દશક જૂના સામાજિક સમીકરણો વચ્ચે જંગ!!
Loksabha Election 2019: સવા મહિનાથી ઉપર ચાલેલી લોકસભા ચૂંટણી 2019 આખરે પૂર્ણ થઇ ગઇ છે. દેશના સૌથી મોટા લોકતંત્રમાં 90 કરોડથી વધારે મતદારોએ તેમનો નિર્ણય ઇવીએમમાં બંધ કરી દીધો છે. સત્તાવરા પરિણામ 23 મેના રોજ આવશે.
Trending Photos
નવી દિલ્હી: સવા મહિનાથી ઉપર ચાલેલી લોકસભા ચૂંટણી 2019 આખરે પૂર્ણ થઇ ગઇ છે. દેશના સૌથી મોટા લોકતંત્રમાં 90 કરોડથી વધારે મતદારોએ તેમનો નિર્ણય ઇવીએમમાં બંધ કરી દીધો છે. સત્તાવરા પરિણામ 23 મેના રોજ આવશે. પરતું તે પહેલા 19 મેના રોજ અંતિમ ચૂંટણી મતદાન પૂર્ણ થવાની સાથે જ Exit Polls બહાર આવી ગયા છે. મોટા ભાગના Exit Polls માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ પદ પર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ સંભાવના એનડીએને 250છી લઇને 350 સીટો સુધી જઇ રહી છે.
Exit Pollsને લઇને સાશક ગઠબંધન પ્રસન્ન છે તો વિપક્ષ યાદ અપાવી રહ્યું છે કે, 2004 અને 2009માં પણ Exit Polls પોલ જનતાની પલ્સ સમજી શક્યું ન હતુ. આમ તો 2014માં પણ Exit Polls ઘણી હદ સુધી સત્ય સાબીત થયું ન હતું. કેમકે એનડીએની આગાહી કરતાં વધારે બેઠક પ્રાપ્ત કરી હતી. Exit Pollsના આ ઇતિહાસની સાથે જ એ પણ યાદ રાખવું જોઇએ કે ટેકનોલોજી આધુનિક બનતાની સાથે જ Exit Polls સત્યથી વધારે નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
વધુમાં વાંચો:- દુનિયાના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર પર લોકોમાં જોવા મળ્યો મતદાનનો ઉત્સાહ, થયું 143 ટકા વોટિંગ!
આવા કિસ્સામાં, આ Exit Polls પરિણામના વલણ તરીકે માનવામાં આવે છે. એવામાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે, શું પરિણામનું વલણ આ રીતનું આવી શકે છે. એવો પણ સવાલ ઉભો થશે કે, ચૂંટણીનો વાસ્તવિક મુદ્દા શું હતા. આમ તો મુદ્દા ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય દરેક દળના ચૂંટણી ઢઢેરામાં જોઇ શકાય છે. ભાજપે ચૂંટણીમાં પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇક પર ફોકસ કર્યો તો કોંગ્રેસે ગરીબ લોકોને દર વર્ષે 72,000 રૂપિયા આપવાના વચનને આગળ વધાર્યું છે.
પરંતુ વાસ્તવિકમાં આ ચૂંટણીમાં આ બંને વસ્તુઓથી મોટો મુદ્દો પોતે બ્રાંડ મોદી રહ્યાં. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના નેતૃત્વમાં એક એવી રણનીતિ બનાવી, જેમાં સરકારના પાંચ વર્ષના કામકાજની ચર્ચા થવાની કોઇ સંભાવના ના બની શકે. આ પ્રચાર અભિયાનમાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય અસ્મિતા અથવા ઓછામાં ઓછું રાષ્ટ્રવાદી અસ્મિતાના પ્રતીક તરીકે હાજર કરવામાં આવ્યા. જ્યારે ચૂંટણી શરૂ થઇ તો ભાજપ તરફથી જનતાને જે નારા વાસ્તવમાં આપવામાં આવ્યા તે હતા- ‘મોદી નહીં તો કોણ’. અને ચૂંટણીના મધ્યમાં પહોંત્યા બાદ આ નારા બદલાઇને થયા ‘આવશે તો મોદી જ.’
આ બે નારા બહુ દિલચસ્પ છે. આ બંને નારામાં સમજવા અને વિચારવાની શક્તિ મતદારને આપવામાં આવી નથી. સીધો સવાલ હતો કે, એક મજબૂત રાષ્ટ્રવાદી નાયક વડાપ્રધાનના રૂપમાં હાજર છે. તેઓ દેશની રક્ષા કરી શકે છે અને દુનિયામાં દેશનું માન વધારી શકે છે. તે એવી રીતે રજૂ કરવામાં આવુ હતુ કે જો ટાઇમ મેગેઝિન વડાપ્રધાન મોદીને ડિવાઇડર ઇન ચીફ ગણાવ્યા તો, ભારતના ધીરે ધીરે ક્રેડિટના બદલે ડિવાઈડર તરીકે જણાવે, તો તે એવી રીતે લેવામાં આવ્યું કે મોદીએ દુનિયામાં એટલું નામ આપ્યું છે કે દુનિયા મોદી અને તેમના અંતર્ગત ભારતથી બળવા લાગી છે.
આ રીતે બ્રાંડ મોદી એક જબરગસ્ત ભાવુક મુદ્દો બની લોકો સુધી પહોંચ્યા હતા. ત્યાર બીજી તરફ વહેચાયેલું વપક્ષ હતું. જેની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ હતી. કોંગ્રેસ 2014ની સરખાણીમાં 2019 માં સારી સ્થિતિમાં હતી. તેમની પાછળ ઘણી બધી હારના ઉપરાંત પાંચ મુખ્ય રાજ્ય પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની જીત હતી. આ સાથે જ કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુદ્દો બનાવ્યો. ગરીબો માટે 72,000 રૂપિયનું વચન આપ્યું અને યુવાઓ માટે 22 લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે. પરંતુ આ બધા મદ્દા ભેગા મળીને પણ બ્રાંડ મોદીની સામે નિષફળ જતા જોવા ળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સપૂર્ણ ચૂટણીમાં પોતાને પીએમ તરીકે દર્શાવવામાં ખચકાઇ રહ્યાં હતા.
વધુમાં વાંચો:- ExitPoll 2019: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શું છે કોંગ્રેસની સ્થિતી જાણો....
કોંગ્રેસ ઉપરાંત ભાજપની સામે બાકીના પડકાર ક્ષેત્રપો કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, તમિલનાડુમાં એમ કે સ્ટાલિન, ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીનું ગઠબંધન અને ઓડિશામાં નવીન પટનાયક. આ બધા નેતાઓની ખાસિયત એ છે કે, તેઓ તેમના રાજ્ય સુધી સીમિત છે. આ બધાની પાસે પોત પોતાના વિસ્તારના મુદ્દા છે અને વિસ્તારના હિસાબથી સામાજિક સમીકરણ પણ છે. પરંતુ તેમાંથી કોઇની પાસે એવા સપના નથી જે સમગ્ર દેશ જોઇ શકે. એવામાં તે પોતાની પારંપરિક અજમાવેલા સામાજિક સમીકરણોની સાથે મેદાનમાં ઉતર્યા. જો એક્ઝિટ પોલ સત્ય છે તો બ્રાંડ મોદીએ આ સામાજીક અને ક્ષેત્રીય સમીકરણો એટલા તો જાણી લીધા છે કે, જેનાથી એનડીએની સારી બહુમત સાથે સરકાર બને.
વિખરાયેલું વિપક્ષ આ પ્રકારના વ્યક્તિનો સામનો કરી શક્યું નહી, જે પ્રકારનું પાત્ર ભૂતકાળમાં વિશાળ કોંગ્રેસને હરાવી શકતું હતું. જો જય પ્રકાશ નારાયણ કટોકટી પછીનો ચહેરો હતો, તો વી.પી.સિંહ 1989માં એ જ રીતે દેખાયા હતા. જો વાંચક સ્વીકારવા માટે તૈયાર હોય તો 2014 નો વાસ્તવિક ચહેરો અન્ના હઝારેનું આંદોલન હતું. 2019 નું વિપક્ષ આમાંથી કોઇ પ્રકારનો વિકલ્પ બતાવતો નથી.
એવામાં જો વિપક્ષના સામાજિક અને રાજકીય સમીકરણ સફળ તઇ જાય છે અને તેમને યોગ્ય સીટો મળે છે તો પણ તેમને ભવિષ્યમાં મોટા સપના વિશે વિચારવું પડશે. કેમકે નરેન્દ્ર મોદી જૂના નેતાઓ જેવા નથી. જેમની ચર્ચા ગામની ચૌપાલ સુધી સીમિત હતી. નરેન્દ્ર મોદી નામ ચાર વર્ષના બાળકથી લઇને 90 વર્ષના વૃદ્ધ જાણે છે. તેઓ ઓછામાં ઓછા એક નવા હિન્દુ ઉન્નતિના પ્રતીકો છે. જો આ હિંદુ ઉન્નતિ આ પ્રમાણે ચાલે તો જૂના સામાજિક સમીકરણ આજે નહીં તો કાલે ભાંગી જશે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના ખાનગી વિચાર છે)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે