અનુરાધા પૌંડવાલે કરી સુમધુર પહેલ, રામધૂનથી ગાંધીના દેશને એકજૂટ કરવાનો પ્રયાસ
વંચિત વર્ગની શબરીના ભગવાન પ્રત્યેના પ્રેમ, સમર્પણનો પણ સમાવેશ થાય છે અને બાપુના જીવનનો સૌથી મોટા કસ્તૂરબાને પણ વિડિયો દ્વારા આજના સમાજ અને ખાસ કરીને યુવા વર્ગના લોકોને પોતાની પરંપરા સાથે જોડાવા આહવાન કર્યું છે.
Trending Photos
મુંબઇ: સંગીત એવી ભાષા છે જેને કોઈ સીમા નડતી નથી કે કોઈ ભેદભાવ વગર એક બીજાને એકસૂત્રતામાં બાંધે છે. એટલું જ નહીં સંગીતના લયથી ઈશ્વર સાથે જોડાવાનો આ સૌથી સુંદર માર્ગ છે. જો સંગીતની આ ભાષાને દુનિયાના મહાન આદર્શોની ગાથારૂપે પ્રગટ કરવામાં આવે તો તે ફક્ત લોકોના જ પ્રેરણાસ્ત્રોત નહીં બને પરંતુ આખા દેશ અને દુનિયાને એકસૂત્રમાં બાંધી શકશે. આવા જ વિચાર સાથે ખ્યાતનામ પાર્શ્વગાયિકા ફિલ્મફેર રાષ્ટ્રીય પુરસ્કાર તથા વિવિધ સન્માનો પ્રાપ્ત કરનારી પદ્મશ્રી અનુરાધા પૌંડવાલની મધુર અવાજમાં આ રચના તૈયાર કરાઈ છે. જેના શબ્દો છે રઘુપતિ રાઘવ રાજા રામ.
સૌથી આદર્શ શ્રી રામ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવી બે વિભૂતિઓની પ્રેરણાથી અનુરાધા પૌંડવાલે પોતાના મીઠા અવાજમાં પ્રસ્તુત કરી છે. અપેક્ષા ફિલ્મ્સ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ આ ગીતને નવા અંદાજમાં પ્રસ્તુત કરવા માટે ડીજે શેજવુડે આની ધૂન અને શબ્દોને અનોખા અંદાજમાં મઢ્યા છે તથા અજય જસવાલે તેના નિર્માતાની ભૂમિકા નિભાવી છે. શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાને આની પૃષ્ઠભૂમિ બનાવવામાં આવી છે.
આના વિશે વધુ જાણકારી આપતા અનુરાધા પૌંડવાલે જણાવ્યું હતું કે શ્રી રામનું નામ દરેક મુશ્કેલીનું સમાધાન છે. તે રામબાણ સમાન જ છે કેમ કે તે હર અસંભવ વાતને સંભવમાં ફેરવી શકે છે. અમોએ આ જ રામનામને આજના હિસાબથી લોકોને એકસૂત્રમાં બાંધવા અને દુનિયાને પ્રેરણા આપી શકાય તેવી રીતે નવા રૂપમાં ઢાળ્યું છે. બીજી તરફ બાપુ એટલે કે મહાત્મા ગાંધીએ આપણા દેશને નેકી અને સચ્ચાઈની રાહ બતાવી છે. આ બંને વ્યક્તિત્વ દરેક માનવીને જાતિ, ધર્મ અને વર્ગથી ઉપર ઉઠીને એક થવાનું શીખવે છે અને જીવનને સચ્ચાઈની સાથે જીવવાનો મંત્ર પ્રદાન કરે છે.
અમારા વિડિયોમાં તમને આ બંને વ્યક્તિઓ અને તેમના પ્રેરક જીવન સારના દર્શન થશે. આમાં વંચિત વર્ગની શબરીના ભગવાન પ્રત્યેના પ્રેમ, સમર્પણનો પણ સમાવેશ થાય છે અને બાપુના જીવનનો સૌથી મોટા કસ્તૂરબાને પણ વિડિયો દ્વારા આજના સમાજ અને ખાસ કરીને યુવા વર્ગના લોકોને પોતાની પરંપરા સાથે જોડાવા આહવાન કર્યું છે. ફિલ્માંકન પણ ઘણું સુંદર રીતે કરાયું છે, જે મન મોહી લે છે.
અમોએ આ ગીતની પ્રતિકાત્મક કોપી પણ રાષ્ટ્ર સંતો તથા વિખ્યાત ધર્મગુરુઓને પણ ભેટ તરીકે આપી છે. અમોને એવો પણ વિશ્વાસ છે કે રામ જન્મભૂમિના મુદ્દાના સમાધાન પણ તત્કાલ જ પ્રભુ શ્રી રામની પ્રેરણાથી સામે આવશે. અમોએ આ ગીત અને વિડિયોના માટે લોકોનો ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે અને યૂ-ટ્યૂબ પર પણ આ વિડિયોએ લોકોને આકર્ષિક કરવામાં કામિયાબી મેળવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે