ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગારા વરસ્યા હતા

ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.

ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગારા વરસ્યા હતા

ચિરાગ જોશી/વડોદરા :ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.

નર્મદાના કિનારે ગણતા ગણતા થાકી જવાય એટલા શિવમંદિર આવેલા છે. નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટક ડુંગરમાંથી નીકળી લગભગ 800 માઇલનો પ્રવાસ કરી ગુજરાત રાજ્યના ભરૂચ પાસે 30 થી 35 માઇલ દૂર અરબી સમુદ્રમાં વિલીન થાય છે. નર્મદાના 8૦૦ માઇલના તટ ઉપર અનેક શિવમંદિરો તૂટેલા મંદિરના ખંડેરો જોવા મળે છે. તો કેટલાકની જાળવણી સારી રીતે થઈ છે. એવા મંદિરોમાં આપણા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે અંગારેશ્વર મહાદેવનું ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જેના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. શિવપુરાણ અને રેવા ખંડમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે. આ અંગારેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી નથી,
પરંતુ મહાદેવનું લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે.

શિવ પુરાણની કથા અનુસાર, આ સ્થાન ઉપર મંગળે જાતે તપસ્યા કરી હતી. જેના તપથી પ્રસન્ન થઈને શંકર ભગવાનને પ્રત્યક્ષ દર્શન આપ્યાં અને પોતે મંગલેશ્વર નામથી લિંગરૂપે ત્યાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે, પાંડવોએ તેમના વનવાસના કેટલાક વર્ષો અહીં પસાર કર્યા હતા. અંગારેશ્વરની આસપાસ પાંડેશ્વર ભીમશ્વર કોટેશ્વર અને કપિલેશ્વર નામના મંદિર આવેલા છે. એવી લોકવાયકા છે કે, એક ગાય રોજ સવારે જંગલમાં જતી રહેતી અને જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે તેનું દૂધ દોહવાઈ ગયેલું હતું. તે માલૂમ પડતું એક દિવસ આ ગાય માલિકે ગાયોનો પીછો કરતા માલૂમ પડ્યું કે, આ ગાય પોતાના દૂધનો અભિષેક રૂપે મંગલનાથનો દુગાભિષેક કરતી હતી. આ ઘટનાની લોકોને જાણ થઈ ત્યાર બાદ શ્રી મંગલનાથ મહાદેવ વિધિસર પૂજા થવા લાગી.

આ મંદિરના સભાગૃહનું નિર્માણ મોગલ શહેનશાહ, કે જે હિન્દુ ધર્મનો વિરોધી અને મૂર્તિ વિનાશક હતો તેના દ્વારા થયું હતું. આખા ભારતમાં તેણે મૂર્તિઓનો વિનાશ કરવાનું શરૂ કર્યું હતું. તેને હજારો મંદિર નાશ કર્યા હતા. તેણે અનેક મંદિરોને ખંડેર બનાવ્યા હતા. મંદિરોનો નાશ કરવા માટે ગુજરાતમાં પણ આવ્યો હતો. પરંતુ આ મંદિરમાં આવતા જ તેને પરચો થયો હતો. ઔરંગઝેબ જ્યારે મંદિર તોડવા આવ્યો ત્યારે અચાનક મંદિરમાંથી આગનો વરસાદ થવા લાગ્યો અને સેનાના તંબુમાં પણ આગ લાગવા માંડી હતી. ત્યાંથી સેના ભાગી છૂટી હતી. 

મંદિરથી બે કિલોમીટર આવેલ ગઝેબ બાબા પ્યારે સુખી સંત ફકીર ત્યાં ઔરંગઝેબે આશરો લીધો હતો અને બાબા પ્યારેએ તેને કહ્યું કે, બીજા મંદિરોને લૂંટજો પણ અંગારેશ્વર મંદિર ન લૂંટ. પણ અહંકારી ઔરંગઝેબે બાબા પ્યારેની વાત નહિ માની અને સેનાને મોકલી હતી. મંદિરમાં અંગારા વરસવા લાગ્યા તો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ વાત ઔરંગઝેબે આવીને બાબા પ્યારેને કરી તો બાબાએ તેને કહ્યું કે, તું શિવ જોડે માફી માંગી લે અને પછી ઔરંગઝેબ રાજાએ   રાજસ્થાનથી નંદી મંગાવીને વૈદિક મંત્રોચ્ચાર કરીને તેની સ્થાપના કરાવી હતી. ઔરંગઝેબ રાજાએ મંદિરના પાછળના ભાગમાં મસ્જિદ જેવો ગેટનો આકાર બનાવ્યો અને ‘મારા ગયા પછી મંદિરને કોઈ હાનિ પહોંચે નહિ’ તે હેતુથી મંદિરમાં મસ્જિદના આકાર જેવો ગેટ બનાવ્યો હતો. 

ઔરંગઝેબ મંદિરમાં પ્રવેશ ન કરી શક્યો એટલે તેને મંદિરના પાછલા ભાગના દીવાલમાં લગભગ ત્રણ ફૂટ જેટલો ભાગ તોડીને નાની સરખી મસ્જિદનો આકાર કરાવ્યો છે. જે આજે પણ જોઈ શકાય છે. આમ, આ મંદિર ભારતભરમાં અંગારેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. માલસર ગામ પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જગ્યા ઉપર અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news