રોમાન્સ વગર બનેલી જયમ રવિની સ્પેસ ડ્રામા પહેલા દિવસે કરી શકે છે ધમાકેદાર કમાણી...

ભારતમાં બનેલી પહેલી સ્પેસ ફિલ્મ ટિક ટિક ટિક માટે દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. છેવટે 22 જૂને સિનેમાઘરોમાં આ ફિલ્મ આવી પહોંચી છે. તમિલમાં બનેલી ટિક ટિક ટિક ફિલ્મ એક એવી ઇન્ડિયન મૂવી છે કે જેમાં રોમાન્સ નથી ઉપરાંત આ ફિલ્મ સ્પેસ પર આધારિત છે. આ ફિલ્મને લઇને સારી આશા છે કે બોક્સ ઓફિસ પર તે સારૂ પ્રદર્શન કરી શકે છે.

રોમાન્સ વગર બનેલી જયમ રવિની સ્પેસ ડ્રામા પહેલા દિવસે કરી શકે છે ધમાકેદાર કમાણી...

નવી દિલ્હી : ભારતમાં બનેલી પહેલી સ્પેસ ફિલ્મ ટિક ટિક ટિક માટે દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. છેવટે 22 જૂને સિનેમાઘરોમાં આ ફિલ્મ આવી પહોંચી છે. તમિલમાં બનેલી ટિક ટિક ટિક ફિલ્મ એક એવી ઇન્ડિયન મૂવી છે કે જેમાં રોમાન્સ નથી ઉપરાંત આ ફિલ્મ સ્પેસ પર આધારિત છે. આ ફિલ્મને લઇને સારી આશા છે કે બોક્સ ઓફિસ પર તે સારૂ પ્રદર્શન કરી શકે છે. 

આ ફિલ્મમાં લીડ રોલમાં જયમ રવિ છે. ઉપરાંત નિવેથા પેથુરાજ, અરોન અજીજ, આરવ રવિ, જયા પ્રકાશ, રમેશ તિલક અને અર્જુનન છે. તમિલમાં બનેલી પ્રથમ સ્પેસ ફિલ્મને શક્તિ સુંદર રાજને લખી છે અને ડાયરેક્ટ કરી છે તો હિતેશ ઝાબકે પ્રોડ્યૂસ કરી છે. 

ભલે આ ફિલ્મમાં રોમાન્સ નથી પરંતુ એવું રખેને માનતા આ ફિલ્મમાં ખાસ કંઇ નથી. ટિક ટિક ટિક એક મોટા બજેટની ફિલ્મ છે. કહેવાય છે કે જયમ રવિની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી શકે છે. ફિલ્મ ગણતરીના દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરે એમ છે. ફિલ્મમાં વીએફએસમાં ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. તો પોસ્ટ પ્રોડકશન પાછળ પણ પૈસા પાણીની જેમ વહાવાયા છે. આ બધુ જોતાં બધાની નજર ફિલ્મની કમાણી પર છે. કહેવાય છે કે, રવિની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી શકે એમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news