Koffee with Karan 8: આલિયા-કરીના, રાની-કાજોલ, સારા-અનન્યાની જોડી કોફી કાઉચ પર મચાવશે ધમાલ, જુઓ Video

Koffee with Karan 8: કરન જોહરે આવનારા એપિસોડમાં તેના શોમાં આવનાર ગેસ્ટનું લીસ્ટ રિવિલ કરી દીધું છે. કરન જોહરે એક વિડિયો શેર કર્યો છે જેમાં શો દરમિયાન કયા કયા કલાકારો આવનાર એપિસોડમાં જોવા મળશે તેની એક ઝલક દેખાડવામાં આવી છે.

Koffee with Karan 8: આલિયા-કરીના, રાની-કાજોલ, સારા-અનન્યાની જોડી કોફી કાઉચ પર મચાવશે ધમાલ, જુઓ Video

Koffee with Karan 8: કોફી વિથ કરણ શોની સીઝન 8 શરૂ થઈ છે ત્યારથી ચર્ચામાં છે. અત્યાર સુધીમાં આ શોના બે એપિસોડ આવી ચૂક્યા છે અને બંનેને સારો રિસ્પોન્સ મળ્યો છે. તેવામાં આવનારા એપિસોડને લઈને લોકોને આતુરતા વધારવા માટે કરન જોહરે આવનારા એપિસોડમાં તેના શોમાં આવનાર ગેસ્ટનું લીસ્ટ રિવિલ કરી દીધું છે. કરન જોહરે એક વિડિયો શેર કર્યો છે જેમાં શો દરમિયાન કયા કયા કલાકારો આવનાર એપિસોડમાં જોવા મળશે તેની એક ઝલક દેખાડવામાં આવી છે.

જેમાં લોકોનો ઉત્સાહ એ વાતને જોઈને વધ્યો છે કે આ શોના એક એપિસોડમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂર એટલે કે નણંદ ભાભીની જોડી જોવા મળશે. પહેલા ચર્ચાઓ હતી કે આલિયા ભટ્ટ આ શોમાં રણબીર કપૂર સાથે આવશે પરંતુ શોના વિડીયો પછી સ્પષ્ટ થઈ ગયું છે કે રણબીર કપૂર નહીં પરંતુ કરીના કપૂર ખાન સાથે આલિયા ભટ્ટ જોવા મળશે. આ સાથે જ આ વખતે કાઉચ પર ઘણા વખત પછી રાની મુખર્જી જોવા મળશે 

તાજેતરમાં જ ફિલ્મ કુછ કુછ હોતા હૈ ને 25 વર્ષ પૂર્ણ થયા છે તેથી આ શોમાં રાની મુખર્જી અને કાજોલ સાથે આવવાના છે. આ સિવાય આ શોમાં રોહિત શેટ્ટી અને અજય દેવગન જોવા મળશે. એક એપિસોડમાં અનન્યા પાંડે અને સારા અલી ખાન દેખાશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

શોના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે પહોંચી હતી. આ બંનેએ પોતાની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી. આ એપિસોડ જોરદાર હીટ રહ્યો હતો. જોકે બંનેએ પોતાના સંબંધોને લઈને જ વાત કરી તેના કારણે તેમને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news