Earthquake: ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી

Earthquake in Nepal: નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. ભૂકંપથી થયેલી તરાજીમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં દટાઈ જવાના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Earthquake: ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી

નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. ભૂકંપથી થયેલી તરાજીમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં દટાઈ જવાના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓ હાલ સારવાર હેઠળ છે. 

એવું કહેવાય છે કે ભૂકંપના કારણે મોટાભાગના મોત રુકુમ પશ્ચિમ અને જાજરકોટમાં થયા છે. મૃતકોની જાણકારી  રુકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે. 

— ANI (@ANI) November 4, 2023

નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તેના આંચકા દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળ્યા. બિહારના પટણા અને મધ્ય પ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા મહેસૂસ થયા. 

અત્રે જણાવવાનું કે જાજરકોટ કાઠમંડૂથી 500 કિમી દૂર છે. નેપાળમાં સતત ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. 3 ઓક્ટોબરે પણ આવું જ થયું હતું. ત્યારે તીવ્રતા 6.2ની માપવામાં આવી હતી. જાજરકોટમાં એક વ્યક્તિએ જણાવ્યું કે અમે લોકો ભોજન કર્યા બાદ સૂવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બિસ્તર હલ્યો. એવું લાગ્યું જાણે ઝૂલો ઝૂલી રહ્યા હોઈએ. ડરના માર્યા બહાર ભાગી ગયા. થોડીવારમાં મારું ઘર પડી ગયું. 

નેપાળ અને બિહારમાં લોકો હજુ પણ 2015માં આવેલા ભૂકંપને યાદ કરીને કાંપી જાય છે. તે વિનાશકારી ભૂકંપમાં 12000 લોકો માર્યા ગયા હતા. દસ લાખ ઘર જમીનદોસ્ત થયા હતા. 

કેમ આવે છે ભૂકંપ
હિમાલય રેન્જ ભૂકંપના ખતરાઓ સામે ઝઝૂમી રહી છે. તેમાં નેપાળ પણ આવે છે. ઈન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ અહીં પરસ્પર ટકરાય છે. હવામાન પરિવર્તને આ ખતરાને વધાર્યું છે. ગ્લેશિયર સતત પીગળી રહ્યા છે. તેનાથી હિમાલય રેન્જના પહાડોના સ્લોપ પર અસર પડે છે. સન 2000 બાદ દર વર્ષે 500થી 600 ઝટકા મહેસૂસ થાય છે. એક આકલન મુજબ 2030 સુધીમાં હિમાલયના 20 ટકા ગ્લેશિયલ પીગળી શકે છે. તેનાથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news