TV ની દુનિયાનો સુપરસ્ટાર...જે આમિર ખાનથી લઈને અમિતાભ બચ્ચનના રહી ચૂક્યા છે બોડીગાર્ડ
એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મુસાફરી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર બનવાના ઈરાદે આવ્યા હતા. પરંતુ જ્યારે નિષ્ફળતા મળી અને કામ ન બચ્યું તો તેમણે પોતાની સિક્યુરિટી એજન્સી શરૂ કરી અને તેઓ પોતે આમિર ખાનના ત્યાં બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા.
Trending Photos
આ જે કલાકાર છે તે ટીવીની દુનિયાના અમિતાભ બચ્ચન કહેવાય છે. આ મુકામ પર પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. પરંતુ શું તમને ખબર છે કે આ કલાકાર એક સમયે અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા સ્ટાર્સના સિક્યુરિટી ગાર્ડ રહી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મુસાફરી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર બનવાના ઈરાદે આવ્યા હતા. પરંતુ જ્યારે નિષ્ફળતા મળી અને કામ ન બચ્યું તો તેમણે પોતાની સિક્યુરિટી એજન્સી શરૂ કરી અને તેઓ પોતે આમિર ખાનના ત્યાં બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા.
બે વર્ષ રહ્યા આમિર ખાનના બોડીગાર્ડ
અમે જેમની વાત કરી રહ્યા છે તે છે રોનિત રોય. પિંકવિલા સાથે વાતચીતમાં રોનિત રોયે કહ્યું હતું કે મને બે વર્ષ સુધી આમિર ખાન સાથે રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું. હું તેમનો બોડીગાર્ડ હતો. મે મારી પોતાની સિક્યુરિટી કંપની ખોલી હતી કારણ કે મારી પાસે કામ નહતું તો મારે કઈક તો કરવું પડે તેમ હતું. મને આમિર ખાન સાથે સમય પસાર કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમની પાસેથી મે શીખ્યું કે કામને લઈને જૂનુન અને લગન શું હોય છે. અનેક રીતે આમિર ખાને મારા માટે રસ્તો બનાવ્યો. તેમણે મારા માટે એ બારી ખોલી અને પછી મે મોટી કારો અને એપાર્ટમેન્ટ વિશે પરવા કરવાનું છોડી દીધુ. પછી હું મારી ક્રાફ્ટ શીખવા માંગતો હતો. સદભાગ્યે તે સમયે એક્તા કપૂર મારા જીવનમાં બે સૌથી મોટા શો લાગ્યા. ત્યારથી મે શીખવાનું શરૂ ર્યું અને આજે પણ એ બંધ કર્યું નથી. આમિર ઉપરાંત અમિતાભ બચ્ચન, ઋતિક રોશન અને પ્રીતિ ઝિંટાના બોડીગાર્ડ તરીકે પણ કામ કર્યું છે.
ફક્ત 6 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા
રોનિત રોયે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તે જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના પોકેટમાં ફક્ત 6 રૂપિયા હતા. ડાયરેક્ટર સુભાષ ઘાઈ તેમના મિત્ર છે અને શરૂઆતના લગભગ 4 વર્ષ તેઓ તેમની સાથે જ રહ્યા. તેમણે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ કર્યો અને એક્ટિંગ પ્રોજેક્ટ્સની શોધમાં લાગ્યા. રોનિતના જણાવ્યાં મુજબ કરિયરની શરૂઆત તેમણે મોડલ તરીકે કરી અને એક્સ્ટ્રા પૈસા કમાવવા માટે હોટલમાં વાસણ પણ ધોતા હતા. જેના તેમને 600 રૂપિયા મળી જતા હતા.
રોનિતે એ પણ જણાવ્યું કે તેમણે પોતાનો પહેલો પગાર માતાને મોકલ્યો હતો. આ બધા વચ્ચે તેમણે ઓડિશન આપ્યું અને ડાયરેક્ટર દીપક બલરાજ વીજે તેમને ફિલ્મ જાન તેરે નામમાં લીડ હીરો તરીકે સાઈન કર્યો. ફિલ્મની કહાનીથી લઈને તેના ગીત સુધી દર્શકો તેની પાછળ પાગલ થઈ ગયા હતા. આ ફિલ્મ સુપરહીટ બની હતી. જો કે આમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને બહુ કામ મળ્યું નહીં.
ટીવી તરફ વળ્યા
રોનિતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફિલ્મોમાં અભિનેતા તરીકે હું ફેલ થઈ ગયો હતો અને ત્યાં મને કામ નહતું મળતું. આથી હું ટીવી તરફ વળ્યો અને સદનસીબે મને ત્યાં સારું કામ મળ્યું. ટીવી પર રોનિત રોયને પહેલો મોટો રોલ એક્તા કપૂરના શો કસૌટી જિંદગી કી માં મળ્યો. તેમાં તેઓ ઋષભ બજાજ બનીને પ્રેરણા (શ્વેતા તિવારી) સાથે રોમાંસ કરતા જોવા મળ્યા. આ શો હિટ જતા એક્તાએ બીજા શો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં પણ કાસ્ટ કર્યા અને આ શો પણ હીટ રહ્યો. રોનિત રોય હાલ ફિલ્મોમાં પણ એક્ટિવ છે અને તેઓ છેલ્લે અક્ષય કુમારની ટાઈગર શ્રોફ સ્ટારર બડે મિયા છોટે મિયામાં જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે