અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઇમાં ચાલી રહી છે સારવાર

31 માર્ચના રોજ સાંસદ કિરણ ખેર (Kirron Kher) ની ગેરહાજરી પર કોંગ્રેસે નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના તે પ્રશ્નોના જવાબ જવાબ ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદ (Arun Sood) એ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે કિરણ ખેર સામે ઝઝૂમી રહી છે.

અભિનેત્રી અને સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઇમાં ચાલી રહી છે સારવાર

નવી દિલ્હી: અભિનેત્રી અને ભાજપ સાંસદ કિરણ ખેર (Kirron Kher) ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. આ સમાચાર જાણીને મોટો આંચકો લાગી શકે છે. તે હાલ બ્લડ કેન્સરથી પીડાઇ રહી છે. કિરણ ખેર (Kirron Kher) ની મુંબઇમાં સારવાર ચાલી રહી છે. કિરણ ખેરને કેન્સર હોવાના સમાચાર સામે આવ્યા છે દરેક જણ હેરાન છે. 

બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી છે કિરણ
31 માર્ચના રોજ સાંસદ કિરણ ખેર (Kirron Kher) ની ગેરહાજરી પર કોંગ્રેસે નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના તે પ્રશ્નોના જવાબ જવાબ ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદ (Arun Sood) એ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે કિરણ ખેર સામે ઝઝૂમી રહી છે. આ સાંભળીને તમામ લોકોનું મગજ ચકરાઇ ગયું હતું. 

પહેલાં પહોંચી હતી ઇજા
ભાજપ અધ્ય્ક્ષ અરૂણ સૂદે આગળ કહ્યું કે કિરણ ખેર (Kirron Kher) ગત વર્ષે 11 નવેમ્બરના રોજ પોતાના ચંદીગઢવાળા ઘરે ઇજાગ્રસ્ત થઇ હતી. જેમાં ખબર પડી કે તેમનો ડાબો હાથ તૂટી ગયો છે. ત્યારબાદ તેમણે પીજીઆઇએમઇઆરમાં પોતાની મેડિકલ તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમને મલ્ટીપલ માયલોમા (Multiple Myeloma) છે. આ બિમારી તેમના ડાબા હાથ અને જમણા ખભામાં ફેલાઇ ચૂકી છે. ત્યારબાદ ઉપચાર માટે ત્મને 4 ડિસેમ્બરના રોજ મુંબઇ જવું પડ્યું. 

અત્યારે તબિયતમાં સુધારો
ભાજપ અધ્યક્ષએ કહ્યું કે સાંસદ કિરણ ખેર હાલમાં એક ગંભીર બિમારી સાથે ઝઝૂમી રહી છે અને મુંબઇમાં પોતાની સારવાર કરાવી રહી છે. એટલે જ તે આગામી થોડા દિવસો માટે ચંદીગઢ નહી આવી શકે. જોકે સૂદે  એ પણ કહ્યું કે હવે તેમની સ્થિતિમાં સુધારો છે. 

શરૂઆતમાં ચંદીગઢમાં જ કરાવી સારવાર
સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષએ કહ્યું કે 'લોકડાઉનમાં પણ કિરણ ખેર ચંદીગઢમાં જ રહી અને લોકોની મદદ કરતી રહી. એટલું જ નહી જ્યારે નવેમ્બરમાં તેમના હાથમાં ફ્કેચર આવ્યું તો તે મુંબઇ ગઇ નહી પરંતુ ચંદીગઢમાં જ સારવાર કરાવી. જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે તેમને મલ્ટીપલ માયલોમા થયો છે ત્યારબા જ તે મુંબઇ ગઇ.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news