કપૂર ખાનદાનની આ દીકરી લગ્નની પહેલી રાત્રે થઈ હતી નીલામ, પતિએ પોતાના મિત્રો સાથે સુવા કરી હતી ઓફર
Karisma Kapoor: કપૂર પરિવારની સૌથી લાડકી દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પરંતુ તેનું લગ્નજીવન દર્દનાક રહ્યું હતું. લગ્નની પહેલી રાત્રે જ આ અભિનેત્રી સાથે જે ઘટના બની તે રુંવાડા ઊભા કરી દે તેવી હતી. ત્યારબાદ વર્ષો સુધી તેણે પતિનો દુર્વ્યવહાર સહન કર્યો.
Trending Photos
Karisma Kapoor: બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર તેની પ્રોફેશનલ લાઈક કરતા પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહી હતી. 90 ના દાયકાની બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં કરિશ્મા કપૂર આવતી હતી. પરંતુ લગ્ન માટે તેણે પોતાની ફિલ્મી કરિયરની કુરબાની આપી દીધી. પરંતુ આ કુરબાનીનો પણ કોઈ ફાયદો થયો નહીં. કરિશ્મા કપૂર બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પતિ સાથે તેણે 13 વર્ષ લગ્નજીવન નિભાવ્યું પરંતુ આ લગ્નજીવન દર્દનાક રહ્યું. અંતે કરિશ્મા કપૂર એ સંજય કપૂરથી અલગ થવાનું નક્કી કરી લીધું. 13 વર્ષના સમયમાં કરિશ્મા કપૂર સાથે જે પણ થયું તે રુંવાડા ઉભા કરી દે તેવું હતું.
પ્રોફેશનલ કરિયરમાં સક્સેસફુલ અને ખુશમિજાજ દેખાતી કરિશ્મા કપૂરની અંગત જિંદગી સમસ્યાઓથી ભરેલી રહી હતી. કરિશ્મા કપૂર એ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નની પહેલી રાત્રે જ તેને ખબર પડી ગઈ કે તેને ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. કરિશ્મા કપૂરને લગ્નના પહેલા દિવસથી જ ખબર હતી કે તેને આ લગ્ન કરીને ભૂલ કરી છે. કારણકે લગ્ન પછી તેનો પતિ સંજય કપૂર જ નહીં તેના પરિવારના લોકો પણ અભિનેત્રીને ત્રાસ આપતા હતા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરિશ્મા કપૂર એ તેની સાથે બનેલી ઘટનાઓ વિશે ખુલાસો કર્યો હતો. કરિશ્મા કપૂર એ કહેલી વાતો એવી હતી કે જેનાથી બોલીવુડમાં પણ ખડભડાટ મચી ગયો હતો. કરિશ્મા કપૂર ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી સંજય કપૂર તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. એટલું જ નહીં અભિનેત્રીએ એવું પણ કહ્યું કે જ્યારે તેઓ હનીમૂન પર ગયા ત્યારે સંજય કપૂર એ કરિશ્મા કપૂરની બોલી લગાવી હતી. સાથે જ કરિશ્મા કપૂરને તેના મિત્રો સાથે સુવા માટે ફોર્સ કર્યો હતો. સંજય કપૂર પોતાના મિત્રોને કરિશ્મા કપૂર સાથે સુવા શું કિંમત ચૂકવવી પડશે તે પણ જણાવ્યું હતું. કરિશ્મા કપૂર જ્યારે આ વાત ન માની તો સંજય કપૂર એ તેની સાથે મારપીટ કરી હતી.
લગ્નજીવન દરમ્યાન જ્યારે તે પહેલી વખત પ્રેગ્નેન્ટ હતી ત્યારે કરિશ્મા કપૂરની સાસુએ પણ તેના પર હાથ ઉપાડ્યો હતો. એટલું જ નહીં સંજય કપૂર એ કરિશ્મા કપૂર પર નજર રાખવા માટે તેના ભાઈને કહ્યું હતું. આ સ્થિતિમાં પણ કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે 13 વર્ષ લગ્નજીવનની ભાગ્યું. પરંતુ લગ્નના 13 વર્ષ પછી અને બે બાળકોના જન્મ પછી પણ સંજય કપૂરમાં કોઈ જ સુધારો ન થતા અંતે કરિશ્મા કપૂર એ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.
જોકે ડિવોર્સ લેવા પણ કરીશ્મા કપૂર માટે સરળ ન હતા. વર્ષ 2016 માં સંજય કપૂર અને કરિશ્મા કપૂરના ડિવોર્સ થયા. ડિવોર્સ દરમિયાન પણ સંજય કપૂર એ કરિશ્મા કપૂર પણ આક્ષેપ કર્યા હતા કે તેને લગ્ન પૈસા માટે કર્યા હતા. હાલ કરિશ્મા સિંગલ મધર છે અને તે પોતાના બંને બાળકો કિયાન અને સમાયરાની જવાબદારી એકલી ઉઠાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે