VIDEO: દમદાર છે 'પ સે પ્યાર ફ સે ફરાર'નું ટ્રેલર, ઓનર કિલિંગની ઘટના પર આધારિત છે ફિલ્મ

બોલીવુડના શાનદાર કલાકાર જિમી શેરગિલ, સંજય મિશ્રા, કુમુદ મિશ્રા, ગિરીશ કુલકર્ણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'પ સે પ્યાર ફ સે ફરાર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 
 

VIDEO: દમદાર છે 'પ સે પ્યાર ફ સે ફરાર'નું ટ્રેલર, ઓનર કિલિંગની ઘટના પર આધારિત છે ફિલ્મ

નવી દિલ્હીઃ આ દિવસોમાં બોલીવુડમાં સામાજિક મુદ્દા પર બનતી ફિલ્મોની બોલબાલા છે. આ સિલસિલામાં વધુ એક દમદાર ફિલ્મ 'પ સે પ્યાર ફ સે ફરાર'નું ટ્રેલર આજે બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલમાં જ્યાં જિમી શેરગિલ, ભાવેશ કુમાર અને સંજય મિશ્રાની શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે તો પ્રેમ કરનારા માટે આ સમાજનું વલણ તમારૂ દિલ પિગળાવી દેવા માટે યોગ્ય છે. 

ટ્રેલરમાં સમાજના એક કળવા સત્યને દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં જિમી શેરગિલ, ભાવેશ કુમાર, સંજય મિશ્રા, કુમુદ મિશ્તાર અને ગિરીશ કુલકર્ણી જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર આજે ઝી મ્યૂઝિક કંપની દ્વારા યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જુઓ ટ્રેલર.... 

આ ટ્રેલની વાત કરીએ તો તેની શરૂઆત મથુરાની ગલિઓથી શરૂ થાય છે. જ્યાં અલગ જાતિ અને ધર્મમાં પ્રેમ કરનારાને સમાજમાં ક્યા પ્રકારની સજા આપવામાં આવે છે, તે દેખાડવામાં આવ્યું છે. આ ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કરી રહેલા અભિનેતા ભાવેશ કુમાર કોન્ફિડેન્ટ લાગી રહ્યો છે. ફિલ્મમાં ભાવેથ એક એથલીટ છે. જેને કોઈ અન્ય જાતિની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. આ બંન્નેની આ પ્રેમની લડાઇમાં સાથે ઊભો રહે છે જિમી શેરગિલ. 

ટ્રેલરને જોઈને સમજી શકાય છે આ ફિલ્મની કહાની આ પ્રેમ કરતા કપલની આસપાસ ફરશે. એક એથલીટ જે બીજા સમાજની યુવતી સાથે લગ્ન કરે છે અને તેને એટલું ભારે પડે છે તેણે તે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આ ટ્રેલર દમદાર છે તો ફિલ્મમાં બધાની એક્ટિંગ સંપૂર્ણ રીતે ઉત્તર પ્રદેશના માહોલમાં ઢળેલો જોવા મળી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news