અમદાવાદ: ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, નવી ટ્રંક લાઈન નખાશે

ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમદાવાદ મહાનગરપાલિકાનએ અનોખું આયોજન કર્યું છે. જમીનની અંદર 12 ફૂટ અંદર રોબોટ દ્વારા ડ્રેનેજની સાફસફાઈ સાથે નવી ટ્રંક લાઈન પણ 128 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જેમાં સાફ સફાઇ કરવા માટે જરૂરિયાત મુજબ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ પ્રોજેકટનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 

અમદાવાદ: ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, નવી ટ્રંક લાઈન નખાશે

મૌલિક ધામેચા/અમદાવાદ: ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમદાવાદ મહાનગરપાલિકાનએ અનોખું આયોજન કર્યું છે. જમીનની અંદર 12 ફૂટ અંદર રોબોટ દ્વારા ડ્રેનેજની સાફસફાઈ સાથે નવી ટ્રંક લાઈન પણ 128 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જોકે આ પ્રોજેકટનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના 48 વોર્ડમાં સમયાંતરે ઉભી થતી ગટર ઉભરાવવાની સમસ્યાના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ કાયમી ધોરણે નિરાકરણ લાવવા કામગીરી શરૂ કરી છે. જ્યાં પ્રથમ વખત જમીનમાં અંદર 12 ફૂટ ઊંડી ટર્નલ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઉસમાનપુરાથી પાલડી એમ 6 કિલોમીટર લાંબી આ લાઈનમાં બે અલગ અલગ રૂટ બનાવી જમીનની અંદર રોબોટ વડે ડ્રેનેજની લાઇનનું સમારકામ કરવામાં આવશે.

  • રોડને નુકશાન કર્યા વગર પૂર્ણ માઇક્રોટનલ ડ્રેનેજ ટ્રંન્ક લાઇનની કામગીરીનો પ્રારંભ 
  • મેયરના હસ્તે ડ્રેનેજ લાઇનની કામગીરીનો પ્રારંભ  
  • વાડજ સર્કલથી પાલડી રિવરફ્રન્ટ સુધી બનશે માઈક્રોટનલ ડ્રેનેજ લાઇન
  • અલગ અલગ 32 સ્થળો પર કરાસે કામગીરીથી પશ્ચિમ વિસ્તારની ડ્રેનેજની સમસ્યાનો આવશે અંત
  • 128 કરોડના ખર્ચે બનાવમાં આવશે માઇક્રોટનલ ડ્રેનેજ લાઇન 
  • ડ્રેનેજ જમીનની અંદર લીકેજ હશે તો આપોઆપ રોબર્ટ તેનું સમારકામ કરશે
  • પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં મીની ટર્નલ ઉભી કરવામાં આવશે
  • સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેકટ પ્રથમ હોવાનો ઇજનેરોનો દાવો

    જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news