જેલર ફિલ્મની સફળતાથી પ્રોડ્યુસર ખુશખુશાલ, રજનીકાંતને આપી BMW નેલ્સનને Porsche, ટીમના 300 લોકોને Gold coin

Jailer Film Success: એક મુલાકાત દરમિયાન કલાનિધિ મારાને જણાવ્યું હતું કે તેને ખબર છે કે એક ફિલ્મ સાથે નાનામાં નાના વ્યક્તિની પણ મહેનત જોડાયેલી હોય છે. તેથી જેલર ફિલ્મની સફળતાને લઈને તે પોતાની ખુશી દરેક વ્યક્તિ સાથે વહેંચી રહ્યા છે. પ્રોડક્શન હાઉસ તરફથી ફિલ્મના ક્રુ મેમ્બર્સને પણ સોનાના સિક્કા આપવામાં આવ્યા છે.
 

જેલર ફિલ્મની સફળતાથી પ્રોડ્યુસર ખુશખુશાલ, રજનીકાંતને આપી BMW નેલ્સનને Porsche, ટીમના 300 લોકોને Gold coin

Jailer Film Success: જ્યારે એક ફિલ્મ બને છે તો તેની પાછળ અનેક લોકોની મહેનત હોય છે. ફિલ્મ સ્ટાર ઉપરાંત ટીમની આખી ટીમની દિવસ રાતની મહેનત ના કારણે ફિલ્મ બને છે. વર્ષોની મહેનત પછી બનેલી ફિલ્મ જ્યારે સફળ થાય તો ફિલ્મના એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જ નહીં પરંતુ ટીમનો દરેક વ્યક્તિ ખુશ થાય છે. સામાન્ય રીતે જ ફિલ્મ જ્યારે સારો બિઝનેસ કરે છે તો તેનાથી પ્રોડ્યુસર, એક્ટર અને ડિરેક્ટરને સૌથી વધુ ફાયદો થાય છે પરંતુ તાજેતરમાં બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ જેલર સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ફિલ્મી સફળતાથી ફાયદો થઈ રહ્યો છે. કારણ કે જેલર ફિલ્મના હીટ થવાથી પ્રોડ્યુસર એટલા ખુશ છે કે ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ગિફ્ટ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

10 ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. 200 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને તેણે 630 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. ફિલ્મની સફળતાને લઈને આખી ટીમ ખુશખુશાલ છે અને સૌથી વધુ ખુશ પ્રોડ્યુસર કલાનિધિ મારન છે. ફિલ્મની સફળતાથી ઉત્સાહિત કલાનિધિ મારન ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને કરોડો, લાખો અને હજારોની ગિફ્ટ આપીને ખુશ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

ફિલ્મના પ્રોડ્યુસરે મુખ્ય ભૂમિકા ભજવનાર રજનીકાંતને ફિલ્મની સફળતા પછી bmw ગિફ્ટ કરી છે. પ્રોડ્યુસરે રજનીકાંતને bmw x7 અને bmw i7 માંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું હતું જેમાંથી રજનીકાંત એ bmw x7 ને પસંદ કરી છે જેની કિંમત 1.3 કરોડ રૂપિયા છે.

આ સિવાય ફિલ્મના નિર્દેશક નેલ્સન દિલીપકુમાર ને પણ પ્રોડ્યુસર મારને પોર્સે કાર ગિફ્ટ કરી હતી. મારને જણાવ્યું હતું કે ફિલ્મમાં નેલ્સન બેકબોન છે. તેના વિના આ સફળતા શક્ય ન હતી. તેથી તેણે નેલ્સનને પોર્સે કાર ગિફ્ટ કરી છે. નેલ્સન સાથે ફિલ્મ સંગીત આપનાર અનિરુદ્ધને પણ મારને પોર્સે કાર ગિફ્ટ કરી છે. 

એક મુલાકાત દરમિયાન કલાનિધિ મારાને જણાવ્યું હતું કે તેને ખબર છે કે એક ફિલ્મ સાથે નાનામાં નાના વ્યક્તિની પણ મહેનત જોડાયેલી હોય છે. તેથી જેલર ફિલ્મની સફળતાને લઈને તે પોતાની ખુશી દરેક વ્યક્તિ સાથે વહેંચી રહ્યા છે. પ્રોડક્શન હાઉસ તરફથી ફિલ્મના ક્રુ મેમ્બર્સને પણ સોનાના સિક્કા આપવામાં આવ્યા છે. જેલર ફિલ્મની સફળતાને સેલિબ્રેટ કરવા માટે કલા નિધિ મારન તરફથી ટીમ મેમ્બર્સને 300 ગોલ્ડ કોઇન આપવામાં આવ્યા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news