કામસૂત્રની આ 5 ટીપ્સ કોઈપણ ઉંમરના કપલની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક, તમને ખબર છે નહીં ?

Kamsutra Tips: કામસૂત્રમાં એવી 5 ટીપ્સ જણાવવામાં આવી છે જેને કોઈ પણ ઉંમરના પતિ પત્ની ફોલો કરે તો તેમની સેક્સ લાઈફ રોમાંચક બની શકે છે. આ ટિપ્સ વિશે દરેક કપલને જાણકારી હોવી જોઈએ. આ ટીપ્સને ફોલો કરીને તેઓ પોતાના અંગત જીવનને વધારે મજેદાર અને આનંદદાયક બનાવી શકે છે.

કામસૂત્રની આ 5 ટીપ્સ કોઈપણ ઉંમરના કપલની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક, તમને ખબર છે નહીં ?

Kamsutra Tips: શારીરિક સંબંધોની વાત આવે એટલે કામસૂત્રનું નામ પણ જરૂરથી આવે. કામસૂત્ર વિશે તમે પણ સાંભળ્યું હશે પરંતુ તેના વિશે ચર્ચા કરવામાં આજે પણ લોકો સંકોચ અનુભવે છે. કામસૂત્રમાં પતિ પત્નીના સંબંધોને વધારે આનંદદાયક બનાવવા માટેની કેટલીક ટિપ્સ પણ જણાવવામાં આવી છે. જો પતિ પત્ની આ ટિપ્સની મદદ લે તો તેમની સેક્સ લાઈફ વધારે આનંદદાયક અને સંતોષકારક રહે છે. કામસૂત્ર એક પ્રાચીન ગ્રંથ છે જેમાં સેક્સ લાઈફને સુધારવા માટેની જરૂરી વાતો દર્શાવવામાં આવી છે. 

કામસૂત્રમાં એવી 5 ટીપ્સ જણાવવામાં આવી છે જેને કોઈ પણ ઉંમરના પતિ પત્ની ફોલો કરે તો તેમની સેક્સ લાઈફ રોમાંચક બની શકે છે. આ ટિપ્સ વિશે દરેક કપલને જાણકારી હોવી જોઈએ. આ ટીપ્સને ફોલો કરીને તેઓ પોતાના અંગત જીવનને વધારે મજેદાર અને આનંદદાયક બનાવી શકે છે.

કામસૂત્રની 5 ટીપ્સ

આ પણ વાંચો:

1. કામસૂત્રમાં 64 પોઝિશન વિશે જણાવવામાં આવ્યું છે જે શારીરિક સંબંધોનો આનંદ વધારી શકે છે. આ પોઝિશનમાં ડોગી સ્ટાઇલ, બટરફ્લાય, સ્પૂન પોઝીશન વગેરેનો સમાવેશ થાય છે. આ પોઝિશન પતિ પત્નીને ચરમસુખ આપનાર સાબિત થાય છે.

2. કામસૂત્રમાં કેટલાક એવા આહાર વિશે પણ જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિની યૌન ઈચ્છાને અને પર્ફોર્મન્સ ને સુધારે છે. જેમકે દૂધ, કેસર, લસણ, અશ્વગંધા, મેથી, જાયફળ અને શીલાજીત જેવા ફૂડ્સનું સેવન કરવાથી શારીરિક ક્ષમતા સુધરે છે.

3. કામસૂત્રમાં ફોરપ્લે નું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. કામસૂત્ર અનુસાર ફોરપ્લે કરવાથી મહિલા અને પુરુષ બંનેને ઓર્ગેઝમ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો:

4. કામસૂત્રમાં મહિલાઓના શરીરના સંવેદનશીલ અંગો વિશે પણ જણાવવામાં આવ્યું છે. દરેક મહિલાનો એક વીક પોઇન્ટ હોય છે જેના દ્વારા મહિલાને ઉત્તેજિત કરી શકાય છે અને ઓર્ગેઝમ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકાય છે.

5. કામસૂત્ર અનુસાર મહિલાના પેટનો નીચેનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે જેને ફોરપ્લે દરમિયાન ટચ કરવાથી મહિલા ઉત્તેજિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news