નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'

સુહાના ખાન (Suhana Khan)ના બોલીવુડ ડેબ્યૂને લઇને સતત ચર્ચા થઇ રહી છે. આ ક્રમમાં ફરી એકવાર સુહાના ખાન (Suhana Khan)નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'

નવી દિલ્હી: બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) કેટલાક દિવસોથી સમાચારોમાં છવાયેલી છે. તાજેતરમાં જ સુહાના ખાને (Suhana Khan) ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં પોતાની માસ્ટર ડિગ્રી માટે એડમિશન લીધું છે. તો બીજી તરફ સુહાના ખાન (Suhana Khan)ના બોલીવુડ ડેબ્યૂને લઇને સતત ચર્ચા થઇ રહી છે. આ ક્રમમાં ફરી એકવાર સુહાના ખાન (Suhana Khan)નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan)એ અત્યાર સુધી બોલીવુડમાં પગ મુક્યો નથી, પરંતુ ક્યારેક ક્યારેક કોઇને કોઇ વસ્તુને લઇને તે ચર્ચામાં રહે છે જેનો 'શ્રેય' તેના વાયરલ ફોટા અને વીડિયોને જાય છે. હવે સુહાનાના આ નવા ફોટા તેમની ટ્રોલિંગનું કારણ બની ગઇ છે. જુઓ આ તસવીરો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My cute babe ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

તાજેતરમાં જ સુહાનાના આ ફોટા સામે આવ્યા જેમાં બ્લૂ ડ્રેસમાં તે કૂલ તો લાગી રહી છે, પરંતુ કેટલાક લોકોએ તેને એમ કહીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું કે તે બિલકુલ તેના પિતા જેવી દેખાઇ રહી છે. આ ટ્રોલર્સનું કહેવું છે કે તે શાહરૂખની જુડવા લાગી રહી છે. 

આ ફોટામાં સુહાના હસતાં હસતાં કોઇ ડાન્સ સ્ટેપને કરતી જોવા મળી રહી છે. જેનાપર લોકો અલગ-અલગ કોમેન્ટ્સ કરી છે. એક વ્યક્તિએ લખ્યું ''વિગ સાથે શાહરૂખ''. એક અન્ય યૂઝરે લખ્યું ''એકદમ પુરૂષ જેવી લાગે છે, છોકરીઓ જેવી દેખાતી નથી. '' એક વ્યક્તિએ લખ્યું. ''લેડી એસઆરકે... કોઇ મને કહેશે કે આ અહીં કેમ. કોઇએ લખ્યું ''તે બિલકુલ પોતાના પિતા જેવી લાગે છે.'' 

(ઇનપુટ આઇએએનએસમાંથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news