ઈ-સિગરેટ પર મોદી સરકાર લઇ શકે છે વટહુકમ, આજે મહત્વની કેબિનેટ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર આજે યોજાનાર કેબિનેટ બેઠકમાં ઈ-સિગરેટને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં પ્લાસ્ટિક બેન સહિત અન્ય પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે.

ઈ-સિગરેટ પર મોદી સરકાર લઇ શકે છે વટહુકમ, આજે મહત્વની કેબિનેટ બેઠક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર આજે યોજાનાર કેબિનેટ બેઠકમાં ઈ-સિગરેટને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં પ્લાસ્ટિક બેન સહિત અન્ય પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. સવારે 10:30 વાગ્યે શરૂ થનાર આ મીટિંગમાં સરકાર ઇલેટ્રોનિક સિગરેટના ઉત્પાદન, વિતરણ, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લોકો માટે વટહુકમ લાવવા પર વિચાર કરી શકે છે.

આ સાથે જ દેશભરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉત્પાદો પર પ્રતિબંધ લગાવવાને લઇને નિર્ણય કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારનો સંપૂર્ણ પ્રયત્ન છે કે 2 ઓક્ટોબર (ગાંધી જયંતી)થી પહેલા પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓના ઉત્પાદન બંધ થાય. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના લાલ કિલ્લાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ (single-use plastic ban) કરવાની વાત કરી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news