વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોય તો ન થયો હોત પાકિસ્તાન જન્મ: ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, ‘તેમને નહેરૂને વીર કહેવામાં કોઇ વાંધો ન હોત જો તે 14 મિનિટ સુધી જેલમાં સાવરકર જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.’

વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોય તો ન થયો હોત પાકિસ્તાન જન્મ: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે જો વીર સાવરકર આ દેશના વડાપ્રધાન હોતા તો પાકિસ્તાનનો જન્મ પણ ના થયો હતો. તેમણે વીર સાવરકર માટે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નની પણ માગ કરી અને કહ્યું કે, આપણી સરકાર હિન્દુત્વની સરકરા છે.

ઠાકરેએ એક આત્મકથા ‘સાવરકર: ઈકોઝ ફ્રોર્મ અ ફોરગાટેન પાસ્ટ’ના વિમોચન સમય પર આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઇએ. અમે ગાંધી અને નહેરૂ દ્વારા કરવામાં આવેલા કામથી ઇન્કાર નથી કરતા, પરંતુ દેશે બે કરતા વધુ પરિવારોને રાજકીય દ્રશ્ય પર ઉતરતા જોવા મળ્યા.

ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, ‘તેમને નહેરૂને વીર કહેવામાં કોઇ વાંધો ન હોત જો તે 14 મિનિટ સુધી જેલમાં સાવરકર જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.’

— ANI (@ANI) September 17, 2019

તે દરમિયાન શિવસેના પ્રમુખે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધીને નવી બુક વાંચવી જોઇએ અને સાવરકરના કામો વિશે વધારે જાણવું જોઇએ. તમને જણાવી દઇએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, વીર સાવરકરે જેલથી આઝાદી મેળવવા માટે અંગ્રેજોથી માફી માગી હતી. માનવામાં આવી રહ્યું છે કે, વીર સાવરકરે ‘હિન્દુત્વ’ શબ્દને લોકપ્રિય બનાવ્યો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news