Bear Grylls સાથે સમુદ્રમાં ડૂબકી લગાવતા 'સિંઘમ' ને પણ લાગ્યો ડર! જાણો અજય દેવગણે શું કહ્યું...
બોલીવુડ અભિનેતા અજય દેવગણ ઈન ટૂ ધ વાઈલ્ડ અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, બાંગ્લા, મલયાલમ અને કન્નડ સહિત સાત ભાષામાં રિલીઝ થશે. એપિસોડનો પ્રીમિયર 22 ઓક્ટોબરે ડિસ્કવરી પ્લસ ઈન્ડિયા અને ફિલીપીન્સ પર થશે.
Trending Photos
મુંબઈ: સર્વાઈવલ સ્કિલ આધારિત રિયાલિટી શો Into The Wild With Bear Gryllsમાં આ વર્ષે વધુ એક બોલીવુડ સેલિબ્રિટી જોવા મળશે અને તે છે અભિનેતા અજય દેવગણ. ગયા વર્ષે આ શોમાં સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર જેવી હસ્તીઓ જોવા મળી હતી. હવે અજય દેવગણને હિંદ મહાસાગરમાં એક સાહસિક યાત્રાનો અનુભવ કરતો જોવામાં આવશે, જેમાં તે શાર્ક અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતો જોવા મળશે.
અજય દેવગણે જણાવ્યો પોતાનો અનુભવ:
અજય દેવગણે હિંદ મહાસાગરના સૌથી ખરાબ સ્થિતિવાળા ટાપુમાં જીવિત રહેવા માટે વાસ્તવિક જીવનના રોમાંચની પોતાના શૂટિંગના અનુભવ વિશે ખૂલીને વાત કરી. તેણે કહ્યું કે ઈન ધ વાઈલ્ડની સાથે મારી પહેલી સફર છે. હું તમને કહેવા માગું છું કે આ બાળકોનો ખેલ નથી. મારા પિતા એક એક્શન ડાયરેક્ટર હતા. અને ભારતીય ઉદ્યોગમાં મારી 30 વર્ષની કારકિર્દી દરમિયાન મને પણ એક્શન કરવાની તક મળી છે. મેં અનેક ખતરનાક એક્શન સીન કર્યા છે. પરંતુ આ બધું તેમાં સૌથી અલગ છે. મને ખુશી છે કે આ તક મને મળી. તેણે મને પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં મદદ કરી.
બેયર ગ્રિલ્સે અજય દેવગણની કરી મદદ:
અજય દેવગણે બેયર ગ્રિલ્સને એક વિશેષ સલામ કરી. અભિનેતાએ કહ્યું કે બેયર ગ્રિલ્સ પ્રકૃતિની સાથે એક ખૂબ જરૂરી સંબંધ શોધવા અને વિકસિત કરવા માટે લાખો લોકોને પ્રેરિત કરી રહ્યા છે. નિશ્વિત રીતે મને જંગલમાં સુરક્ષિત રાખવા માટે બેયર ગ્રિલ્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભૂખ્યા જંગલોથી લઈને સમુદ્રની ઉંડાઈ સુધી, બેયર બધું જાણે છે.
બેયર ગ્રિલ્સ છે જંગલની દુનિયાનો સૌથી જાણીતો ચહેરો:
આ શોનો પહેલો લુક મંગળવારે સામે આવ્યો. જેમાં એડવેન્ચર સ્પેશિયાલિસ્ટ બેયર ગ્રિલ્સ અજય દેવગણની સાથે પોતાના પરિવાર, કેરિયર અને નવી સિઝનમાં જીવનને લઈને એક સ્પષ્ટ વાતચીતમાં વ્યસ્ત જોવા મળે છે. બેયર ગ્રિલ્સને અસ્તિત્વ અને બહારના રોમાંચના સૌથી વધારે જાણીતા ચહેરામાંથી એક માનવામાં આવે છે. આ પ્રશંસા માટે તેમની યાત્રા યૂકેના કિનારાથી દૂર એક નાના ટાપુ પર શરૂ થઈ જ્યાં તેમના દિવંગત પિતાએ તેમને પ્રકૃતિની વચ્ચે જીવતા શીખવાડ્યું.
અજય દેવગણ બહુ ઓછું બોલે છે:
માર્શલ આર્ટમાં નાની ઉંમરથી પ્રશિક્ષિત ગ્રિલ્સે 21મી એસએએસ રેજિમેન્ટના ભાગ તરીકે બ્રિટીશ વિશેષ સેનામાં એક સૈનિકના રૂપમાં ત્રણ વર્ષ પસાર કર્યા છે. બેયર આ શો માટે અજય દેવગણની સાથે પોતાના જોડાણ અને તેની સાથે પોતાની યાત્રા પર કહે છે કે અજયને જંગલમાં લઈ જવો અને તેમની સાથે સાહસિક કાર્ય કરવું મજેદાર હતું. રણ વિસ્તારના ટાપુ પર જીવતા રહેવું હંમેશા માટે અઘરું હોય છે. તે અવિશ્વસનીય રીતે કામ પ્રત્યે ઈમાનદાર છે અને હું આ ઈમાનદારીને બહુ મહત્વ આપું છું. એક વસ્તુ જે મેં અજય વિશે જાણી તે છે ઓછું બોલવું. પરંતુ તેના મનમાં પ્રેમ અને અદભૂત શક્તિ છે.
ઈન ટૂ ધ વાઈલ્ડ અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, બાંગ્લા, મલયાલમ અને કન્નડ સહિત સાત ભાષામાં રિલીઝ થશે. એપિસોડનો પ્રીમિયર 22 ઓક્ટોબરે ડિસ્કવરી પ્લસ ઈન્ડિયા અને ફિલીપીન્સ પર થશે. શોનું પ્રસારણ 25 ઓક્ટોબરે ડિસ્કવરી ચેનલ અને અન્ય પર રાત્રે 8 કલાકે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે