'દબંગ 3'ના ટ્રેલરમાં ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે સલમાનની ફિલ્મ ટ્રોલ

સલમાન ખાનની ફિલ્મ દગંબ 3નું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં જ્યાં સલમાન પોતાના જાણીતા અંદાજમાં દેખાઈ રહ્યો છે તો ફિલ્મના મેકર્સની એક ભૂલને કારણે દબંગ 3ને ટ્રોલ કરવામાં આવી રહી છે.

'દબંગ 3'ના ટ્રેલરમાં ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે સલમાનની ફિલ્મ ટ્રોલ

નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ દગંબ 3નું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં જ્યાં સલમાન પોતાના જાણીતા અંદાજમાં દેખાઈ રહ્યો છે તો ફિલ્મના મેકર્સની એક ભૂલને કારણે દબંગ 3ને ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં સલમાનની ફિલ્મના આ ટ્રેલરના અંતમાં રિલીઝ ડેટ પર ઇંગ્લિશમં લખવામાં આવેલ ડિસેમ્બરનો સ્પેલિંગ ખોટો છે. ટ્વીટર યૂઝરે જ્યારે આ ભૂલને જોઈ તો તે ફિલ્મ મેકર્સને ટ્રોલ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા સલમાનની ફિલ્મ રેસ 3ને પણ ટ્રોલ કરવામાં આવી હતી અને તે ફિલ્મ પર ખુબ મીમ્સ બન્યા હતા. 

શું છે સ્પેલિંગમાં ભૂલ
ગઈકાલે રિલીઝ થયેલા દબંગ 3ના ટ્રેલરમાં અંતમાં રિલીઝ ડેટ આપવામાં આવી છે. તેમાં ડિસેમ્બર (decemeber) લખવામાં આવ્યું છે. ડિસેમ્બરનો સાચો સ્પેલિંગ (december) આમ થાય છે. ટ્રેલરમાં લખવામાં આવેલા ડિસેમ્બરના સ્પેલિંગમાં એક E વધારાનો લખવામાં આવ્યો છે. 
View image on Twitter

દબંગ 3 ફિલ્મના ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુક પાંડેની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ત્રણ મિનિટ કરતા વધારે લાંબા આ ટ્રેલમાં એક તરફ જ્યાં તે ગુંડાની મારપીટ કરતો જોવા મળી રહ્યો છે તો બીજીતરફ કોમેડીનો તડકો લગાવતો અને રોમાન્સ કરતો દેખાઈ રહ્યો છે. ખાસ વાત છે કે દબંગ 3મા ચુલબુલ પાંડેના દબંગ બનવાની કહાની પણ દેખાડવામાં આવશે. ટ્રેલર રિલીઝ થતાં સલમાન ખાનના ફેન્સ ફિલ્મને બ્લોક બસ્ટર ગણાવી રહ્યાં છે. 

— Deepak Jha (@imjhadeepak) October 24, 2019

— आशुतोष कुमार (@Ashutos93531220) October 24, 2019

— Anurag Pathak (@aanuragist) October 23, 2019

મહેશ માંજરેકરની પુત્રી કરી રહી છે પર્દાપણ
ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના સ્વેગ વાળી એન્ટ્રીથી થાય છે. ટ્રેલરની શરૂઆતમાં દબંગ સ્ટાઇલ ડાયલોગ છે. જેમાં ચુલબુલ પાંડેય કહે છે કે, 'એક હોતા હૈ પોલીસ વાલા, એક હોતા હૈ ગુંડા... હમ કહલાતે પોલીસ વાલા ગુંડા. ત્યારબાદ આ ટ્રેલરમાં સલમાનના ઘણા ડાયલોગ્સ છે. 

આ ટ્રેલરમાં ચુલબુલ પાંડેયની જૂની જિંદગીના કેટલાક ભાગને પણ દેખાડવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક જોક અને ફની સીન પણ છે. સલમાન સિવાય ટ્રેલરમાં વિલનની ભૂમિકામાં સુદીપનો અવાજ દમદાર છે. આ ત્રણ મિનિટના ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા અને સાઈ માંજરેકર પણ જોવા મળી છે. આ વખતે હુડ દબંગ નથી પરંતુ ટ્રેક સોન્ગ ચુલબુલ દબંગ છે. 

આ ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. પ્રભુદેવા આ પહેલા સલમાન ખાનને લઈને વોન્ટેડ જેવી હિટ ફિલ્મ બનાવી ચુક્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સલમાનના ફેન્સ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news