રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીનો જંગ જામ્યો હતો જો કે હવે પરિણામો આવ્યા બાદ સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી છે.

રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીનો જંગ જામ્યો હતો જો કે હવે પરિણામો આવ્યા બાદ સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી છે. ભાજપે પોતાની પરંપરાગત ત્રણેય બેઠકો જાળવી રાખી છે. જ્યારે જે બેઠકો પર આયાતી ઉમેદવારો ઉભા રાખ્યા હતા તે તમામ બેઠકો ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો શરમજનક પરાજય થયો છે. જો કે આ બેઠક અલ્પેશ ઠાકોરની સેફ બેઠક ગણાતી આ બેઠકમાં ભાજપ અને અલ્પેશ બંન્નેનો આત્મવિશ્વાસ ઉણોઉતર્યો છે. આ બેઠક પર અલ્પેશને પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
બે શંકર વચ્ચે થઇ રસાકસી
જો કે આ વિધાનસભાનો ઇતિહાસ જ સાક્ષી રહ્યો છે કે પક્ષપલ્ટુઓને અહીંના નાગરિકોએ નકાર્યા છે. આ ઇતિહાસનો ભોગ જ અલ્પેશ ઠાકોર પણ બન્યો છે. નવી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાધનપુર બેઠક પર લવીંગજી ઠાકોર અપક્ષ રીતે 1995માં જીત મેળવી હતી. જો કે 1997માં તેમને તે સમયના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરવી પડી હતી. આ બેઠક પર પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે 27 વર્ષનાં યુવાનેતા શંકર ચૌધરી મેદાને ઉતર્યા હતા. જો કે આ ચૂંટણીમાં શંકર ચૌધરીએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે મુખ્યમંત્રી કક્ષાનાં શંકરસિંહ વાઘેલાને હંફાવી દેનાર શંકર ચૌધરીનું કદ ભાજપમાં ખુબ જ વધ્યું હતું. 

લવિંગજી પક્ષમાં જોડાયાને લોકોએ નકાર્યા
1998માં રાજ્યના દસમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી તેમાં ભાજપ તરફથી ફરી વખત શંકર ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમની સામે રાજપા તરપથી લવીંગજી ઠાકોરને ટિકિટ મળી. જો કે રાજકીય પક્ષમાં બેસતાની સાથે જ લવીંગજીને લોકોએ નકારી દીધા હતા. 
2002માં 11મી વિધાનસભા ચૂંટણીમાં લવીંગજી ઠાકોર ફરી કોંગ્રેસમાંથી રાધનપુર બેઠકપરથી ચૂંટણી લડ્યા, જો કે જનતાએ પક્ષપલટુઓને નકાર્યા અને ફરીથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે તેમનો પરાજય થયો. આ જ રીતે 2007 બારમી વિધાનસભામાં ચૂંટણીમાં ફરીથી કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઇ સામે રાધનપુરની જનતાએ શંકર ચૌધરીને જીતાડ્યા. 

2012ની તેરમી વિધાનસભામાં શંકર ચૌધરી રાધનપુર બેઠકના બદલે વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા. ભાજપે શંકર ચૌધરીના સ્થાને રાધનપુર બેઠક પર નાગરજી ઠાકોરને ટિકિટ આપી. સામે પક્ષે કોંગ્રેસે ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા પક્ષપલટુ ભાવસિંહ રાઠોડને ઉતાર્યા અને ભાવસિંહ રાઠોડને હારનો સામનો કરવો.
2017માં 14મી વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લવીંગજી ઠાકોરને મેદાને ઉતાર્યા. જો કે આ વખતે પણ પક્ષપલટુ લવિંગજીને જનતાએ નકાર્યા અને કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરની જીત થઇ હતી. 
2019ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને લોકોએ નકાર્યા હતા. કોંગ્રેસી ઉમેદવાર રઘુ દેસાઇને લોકોએ આવકાર્યા હતા અને તેમને જીત આપી હતી. જેથી ફરી એકવાર સાબિત થયું કે, આ બેઠક આયાતી ઉમેદવારો અથવા પક્ષપલટુઓનો સાથ ક્યારે પણ આપતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news