'હર હર શંભુ' ગીત મામલે મોટા સમાચાર: ગાયક ફરમાની નાઝની ચોરી પકડાઈ, યુટ્યુબે કરી કાર્યવાહી!

Har Har Shambhu Famous Singer Farmani Naaz: શ્રાવણ માસમાં 'હર હર શંભુ'ના ગીતની ગૂંજ દરેક ઘરમાં ગુંજી રહી હતી. લોકોને આ ગીત એટલું ગમ્યું કે ફરમાની નાઝ રાતોરાત સ્ટાર બની ગઈ. 

'હર હર શંભુ' ગીત મામલે મોટા સમાચાર: ગાયક ફરમાની નાઝની ચોરી પકડાઈ, યુટ્યુબે કરી કાર્યવાહી!

Har Har Shambhu: હર હર શંભુ ગીત ગાઈને લાઈમલાઈટમાં આવેલી ફરમાની નાઝ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફરમાની નાઝના યુટ્યુબ એકાઉન્ટમાંથી જાણીતું બનેલું 'હર હર શંભુ' ગીત હટાવી દેવામાં આવ્યું છે. આખરે એવું શું કારણ સામે આવ્યું કે ફરમાની નાઝની યુટ્યુબ ચેનલ પરથી આટલું લોકપ્રિય ગીત અચાનક હટાવવું પડ્યું.

કેમ હટાવવામાં આવ્યું ગીત?
શ્રાવણ માસમાં 'હર હર શંભુ'ના ગીતની ગૂંજ દરેક ઘરમાં ગુંજી રહી હતી. લોકોને આ ગીત એટલું ગમ્યું કે ફરમાની નાઝ રાતોરાત સ્ટાર બની ગઈ. ફરમાનીને આ માટે કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ પણ મળી હતી, પરંતુ તે ડર્યા વગર પોતાનું કામ કરતી રહી. વાસ્તવમાં મામલો એવો છે કે જે ગીત વિશે ફરમાણીને આટલી લોકપ્રિયતા મળી હતી. એ ગીત તેમનું મૂળ પોતાનું નથી.

Farmani Naaz new song hare hare krishna goes viral have a look | 'हर हर शंभू'  की सफलता के बाद अब कृष्ण भक्ति में डूबी नजर आईं फरमानी नाज, वीडियो हुआ  वायरल |

જીતુ શર્મા છે ગીતના લેખક 
ફરમાની નાજને લોકપ્રિય બનાવનાર 'હર હર શંભુ' ગીત જીતુ શર્મા દ્વારા લખવામાં આવ્યું છે, જે તેણે અભિલિપ્સા પાંડે પાસે રેકોર્ડ કરાવ્યું છે. આ વિશે જીતુ શર્માએ કહ્યું હતું કે તેમને ફરમાની નાઝના ગીતથી કોઈ વાંધો નથી. આ ગીતનો શ્રેય ફક્ત તેને જ આપવો જોઈએ કારણ કે તેણે તેને લખવામાં ઘણી મહેનત કરી હતી.

ફરમાની નાઝ જાણતી હતી કે આ ગીત તેમનું પોતાનું ઓરિજિનલ નથી, પરંતુ તેમ છતાં તેણે આ મુદ્દાને અવગણવાનું ચાલુ રાખ્યું. હવે જીતુ શર્માના વિરોધ બાદ તેણે યુટ્યુબ પરથી ગીત હટાવવું પડ્યું. કારણ કે ગીતનો મૂળ કોપીરાઈટ જીતુ શર્મા પાસે છે. જો તમે કોપીરાઈટ હેઠળ કોઈની સામગ્રી, વિડિઓ અથવા ફોટો લો છો, તો તમે તેને ક્રેડિટ આપ્યા વિના લઈ શકતા નથી.

Farmani naaz fame of har har sambhu song show our one crore rupees studio  in video | VIDEO:'हर हर शंभू' गाने वालीं Farmani Naaz का है 1 करोड़ का  स्टूडियो, अंदर बना

કોણ છે જીતુ શર્મા?
હર હર શંભુના મૂળ લેખક જીતુ શર્મા ઓડિશાના રહેવાસી છે. તેમના પિતા શાકભાજીની દુકાન ચલાવીને ઘર ચલાવે છે. જીતુ શર્મા એ મહેનતુ લોકોમાંથી એક છે, જેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું છે. તેથી જ તે 12મા ધોરણ સુધી જ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો છે. જીતુ શર્મા ભલે ગરીબ પરિવારમાં ઉછર્યા હોય, પરંતુ તેમના સપના મોટા હતા.

તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. આ જ કારણ હતું કે તેમણે 2014 માં યુટ્યુબ ચેનલ શરૂ કરી અને પોતાના ગુરુ આકાશની સાથે ગીતો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે, ફરમાની નાઝે તેનું ગીત ગાઈને લોકપ્રિયતા મેળવી અને ક્રેડિટ પણ ન આપી ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગ્યું. આ પછી તેમણે કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news