સરકારની મોટી ભેટ: 51 નાયબ મામલતદારને બઢતી અને 88 મામલતદારોને બદલીના આદેશ
અમદાવાદના એડિશનલ કલેક્ટર સી.પી. પટેલની એડિશનલ ઈલેક્શન ઓફિસર તરીકે અમદાવાદમાં બદલી કરાઈ છે. જ્યારે એસ.જે. ખચરને અડિશનલ ડિસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફિસર, રાજકોટ તરીકે બદલી કરાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે મંત્રી-અધિકરીઓની બદલીનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયેમાં બદલીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે (બુધવાર) રાજ્યના 79 ડેપ્યૂટી કલેક્ટરોની બદલી કર્યા બાદ આજે 88 મામલતદારોની બદલી અને 51 નાયબ મામલતદારોને સરકારે પ્રમોશન આપીને ભેટ આપી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે 88 મામલતદારની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 51 નાયબ મામલતદાર અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
અમદાવાદના એડિશનલ કલેક્ટર સી.પી. પટેલની એડિશનલ ઈલેક્શન ઓફિસર તરીકે અમદાવાદમાં બદલી કરાઈ છે. જ્યારે એસ.જે. ખચરને અડિશનલ ડિસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફિસર, રાજકોટ તરીકે બદલી કરાઈ છે. જ્યારે એચ.પી. પટેલને અડિશનલ ડિસ્ટ્રીક્ટ ઓફિસર, સુરત તરીકે બદલી કરાઈ છે. તેના સિવાય રાજ્યના ગેસ કેડરના 64 ક્લાસ વન અધિકારીઓની નિમણૂંક-બદલી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેમજ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવનાર મામલતદાર અને નાયબ મામલતદારોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે