શેરશાહ બાદ હવે બાહુબલી ફરશે ફેરા! આ હીરોઈન સાથે લગ્નની વાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં

શેરશાહ સ્ટારર સિદ્ધાર્થ મનહોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કરી લીધાં છે. હવે આ કપલ બાદ વધુ એક કપલના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સના લગ્નની વાતો ખુબ તેજીથી વહેતી થઈ છે.

શેરશાહ બાદ હવે બાહુબલી ફરશે ફેરા! આ હીરોઈન સાથે લગ્નની વાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Prabhas- Kriti Sanon: અથિયા શેટ્ટી-કેએલ રાહુલ અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પછી હવે કૃતિ સેનન અને પ્રભાસ લગ્નના બંધનમાં બંધાવાના છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃતિ સેનન આ વર્ષે તેના કો-સ્ટાર પ્રભાસ સાથે સગાઈ કરવા જઈ રહી છે. હવે પ્રભાસની ટીમે આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ શું છે આ વાયરલ રિપોર્ટનું સત્ય. એક શો દરમિયાન વરુણ ધવને બંનેની ડેટિંગ તરફ પણ ઈશારો કર્યો હતો. શો દરમિયાન કરણ જોહરે વરુણ ધવનને 'હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેચલર્સ' નામ આપવાનું કહ્યું હતું. ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો કે તે યાદીમાંથી કૃતિ સેનનનું નામ હટાવી રહ્યો છે કારણ કે કૃતિનું નામ કોઈના દિલમાં વસી ગયું છે. એક માણસ છે. જે મુંબઈમાં નથી.  જે હાલમાં દીપિકા (પાદુકોણ) સાથે શૂટિંગ કરી રહ્યો છે." પ્રભાસ તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે' માટે દીપિકા સાથે શૂટિંગ કરી રહ્યો છે.

શું છે આ વાયરલ રિપોર્ટનું સત્ય?
તાજેતરમાં સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચક ઉમૈર સંધુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે કૃતિ સેનન અને પ્રભાસ આવતા અઠવાડિયે માલદીવમાં સગાઈ કરવા જઈ રહ્યા છે!! આ ટ્વિટ સામે આવ્યું ત્યારથી આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જો કે, કૃતિ સેનને આ અફવાઓને સખત રીતે નકારી કાઢી હતી. સાથે જ પ્રભાસની ટીમે પણ સગાઈના સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેમની ટીમે કહ્યું, "પ્રભાસ અને કૃતિ સેનન માત્ર સારા મિત્રો છે. તેમની સગાઈના સમાચાર સાચા નથી.

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અને સાઉથ એક્ટર પ્રભાસના ડેટિંગની અફવાઓ ફિલ્મ 'આદિપુરુષ'ના શૂટિંગના સમયથી ચાલી રહી છે. જોકે, આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા જ્યારે ઈન્ટરનેટ પર કપલની તસવીર સામે આવી. આ તસવીર ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝર લોન્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ તસવીરમાં પ્રભાસ તેની કો-સ્ટાર કૃતિ સેનનનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. આ તસવીર સામે આવતાં જ તેમના ડેટિંગના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news