ગુજરાતના MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફુટ્યો; સુરત ટ્રાફિક DCP પાસે માંગ્યો જવાબ

સુરત ટ્રાફિક DCPને કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા હોવાની ફરિયાદ કરાઈ છે.

ગુજરાતના MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ ફુટ્યો; સુરત ટ્રાફિક DCP પાસે માંગ્યો જવાબ

ચેતન પટેલ/સુરત: ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ ફૂટ્યો છે. જેમાં કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવતી નથી, તેનું કારણ જણાવવા કહ્યું હતું. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત ટ્રાફિક DCPને કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશે છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા હોવાની ફરિયાદ કરાઈ છે. સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધનો કડક અમલ કરો. અન્ય ભારે વાહનો માટે સવારે 8.00 થી બપોરે 1.00 તથા સાંજે 5.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે.

પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે તેવો કુમાર કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યોછે. ભારે વાહન ચાલકો કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો કુમાર કાનાણીના આરોપથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

મહત્વનું છે કે, આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેમનું કારણ લેખિતમાં દિન-7 માં જણાવશો તેવી માંગ કુમાર કાનાણીએ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news