Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ ‘કાતિલ’???

મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor)  અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.
Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ ‘કાતિલ’???

નવી દિલ્હી :મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor)  અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.

આદિત્યની સાથે મોહિત સૂરીની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંનેએ આશિકી-2માં સાથે કામ કર્યું હતું. તો દિશા પટાનીની વાત કરીએ તો તે ટ્રેલરમાં ટેની એન્ટી એક ડાર્ક પિંક કલરની બિકીનીમાં થાય છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેનુ પાત્ર બહુ જ બોલ્ડ રહ્યું છે.

ટ્રેલર બહુ જ ફાસ્ટ છે, કદાચ તેની આ જ રફ્તાર લોકોને પસંદ પણ આવી રહી છે. ટ્રેલરમાં ચાર ડાયલોગ્સ સંભળાઈ રહ્યાં છે. જેમાં આદિત્ય રોય કપૂર કહે છે કે, જાન લેના મેરા નશા હૈ. તો કુણાલ ખેમૂ કહે છે કે, જાન લેના મેરી જરૂરત હૈ. તો બીજી તરફ અનિલ કપૂર કહે છે કે, જાન લેના મેરી આદત હૈ.. સૌથી અંતમાં દિશા કહે છે કે, જાન લેના મેરા મજા હૈ...

આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગે પ્રોડ્યુસ કરી છે. આ પહેલા તેનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો, જે બહુ જ મજેદાર હતો. તેને જોયા બાદ દર્શકોને આ ફિલ્મ જોવાનો ક્રેઝ વધતો લાગે છે. દિશા પટાની પોસ્ટરમાં આદિત્યના ખભા પર બેસીને કિસ કરતી દેખાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news