Leak થયું દીપિકા-રણવીરના લગ્નનું કાર્ડ, આ તારીખે લેશે સાત ફેરા

Leak થયું દીપિકા-રણવીરના લગ્નનું કાર્ડ, આ તારીખે લેશે સાત ફેરા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લવ બર્ડસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14 નવેમ્બરના રોજ લગ્ન કરશે. લગ્ન સમારોહ ત્રણ-ચાર દિવસ સુધી ચાલશે. જેમાં દેશ-દુનિયાની અનેક હસ્તીઓ હાજરી આપશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બોલિવુડનું સૌથી ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ભલે પોતાની લસ સ્ટોરી મીડિયાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હશે. પરંતુ મીડિયા માટે તેમની લગ્નની તારીખ પહોંચી જ ગઈ છે. તેમના લગ્નનું કાર્ડ સામે આવી ગયું છે. જેમાં વેડિંગ ઈવેન્ટ્સ સાથે જોડાયેલી તમામ માહિતી આપવામાં આવી છે. આ કાર્ડમાં મહેમાનો માટે 14 અને 15 નવેમ્બરના રોજ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારના સદસ્યો જ સામેલ થશે. દીપિકા અને રણવીરના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના પરિવારમાં ગિફ્ટ્સ એક્સચેન્જનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. દીપિકા શોપિંગમાં વ્યસ્ત બની છે. થોડા સમય પહેલા જ તે એક જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદતી જોવા મળી હતી.

ઈન્વીટેશન કાર્ડમાં લખ્યું છે કે, તમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે, અમારા પરિવારના આર્શીવાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ નક્કી થયા છે. આટલા વર્ષોથી જે સ્નેહ અને પ્રેમ તમારા તરફથી મળ્યો છે, તેના માટે અમે તમારા આભારી છીએ. પ્રેમ, મિત્રતા અને વિશ્વાસની આ સુંદર શરૂ થઈ રહેલી સફર માટે અમે તમારા આર્શીવાદની કામના કરીએ છીએ. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, દીપિકા અને રણવીરના લગ્ન ઈટાલીના લેક કોમોમાં યોજાનાર છે. આ હાઈપ્રોફાઈલ વિવાહ સમારોહમાં બંને પરિવારોના ફ્રેન્ડ્સ અને ખાસ સંબંધીઓ જ હાજર રહેવાના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news