ચંદીગઢ MMS લીકકાંડ મુદ્દે દેશમાં બબાલ, સોનૂ સૂદ અને મનોજ મુંતશિરે લોકોને કરી અપીલ
Chandigarh University MMS Leak: દેશભરમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનો એમએમએસ લીક મામલો ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે 60 વિદ્યાર્થિનીઓનો એમએમએસ લીક થયો છે. હવે સોનૂ સૂદે લોકોને ખાસ અપીલ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Chandigarh University MMS Leak: ચંદીગઢ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થિનીઓનો કથિત એમએમએસ લીકનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે MMS લીક બાદ 8 યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં એકની હાલત ગંભીર છે. પરંતુ યુનિવર્સિટી પ્રશાસને આપઘાત પ્રયાસની ઘટનાનો ઇનકાર કર્યો છે. આ વચ્ચે બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા લોકોને વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે.
સોનૂ સૂદે લોકોને કરી અપીલ
ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના MMS લીક મામલામાં સોનૂ સૂદે લખ્યુ- ચંદીગઢ યુનિવર્સિટીમાં જે પણ થયું તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની સાથે ઉભુ રહેવું જોઈએ અને એક જવાબદાર સમાજની મિસાલ આપવી જોઈએ. આ સમય આપણા બધા માટે પરીક્ષાનો સમય છે ન કે પીડિતો માટે. જવાબદાર બનો.
Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims.
Be responsible 🙏
— sonu sood (@SonuSood) September 18, 2022
મનોજ મુંતશિરે આપી પ્રતિક્રિયા
તો મનોજ મુંતશિરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લોકોને વીડિયો ડિલીટ કરવાની અપીલ કરી છે. મનોજે પોતાના ટ્વિટર પર લખ્યું- ચંદીગઢ યુનિવર્સિટીમાં બનેલા અશ્લીલ વીડિયોની ઘટના શરમજનક છે. જેના ફોનમાં આ વીડિયો હોય તે ડિલીટ કરી દે. દેશની દરેક યુવતીનું સન્માન સુરક્ષિત રાખવું આપણી વ્યક્તિગત જવાબદારી છે.
चंडीगढ़ यूनिवर्सिटी में बने अश्लील वीडियोस की घटना शर्मनाक है.
आप में से जिनके फ़ोन पर भी वो वीडियोस आये हों, डिलीट कर दें.
देश की हर लड़की का सम्मान सुरक्षित रखना हमारी व्यक्तिगत ज़िम्मेदारी है.#chandigarhuniversity#JusticeforCUGirls
— Manoj Muntashir (@manojmuntashir) September 18, 2022
ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન
આ મામલામાં ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે યુવતીઓનો અશ્લીલ વીડિયો શૂટ કરવાની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈપણ વિદ્યાર્થિનીનો આવો વિવાદાસ્પદ વીડિયો મળ્યો નથી. માત્ર એક યુવતીનો વીડિયો છે, જે અંગત છે અને તેણે તેના પ્રેમીની સાથે શેર કર્યો હતો. આ સિવાય યુવતીઓની આપઘાતના પ્રયાસની વાત અફવા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે