બોલીવુડના આ સિંગરનું ‘બે પિંજરા’ સોન્ગ થયુ રિલીઝ, કહ્યું- ‘હું મારો છેલ્લો શ્વાસ સ્ટેજ પર લેવા માંગ છું’

અંકિતે કહ્યું હતું કે, ‘મને ફિલ્મ જગતનો ભાગ બનવા પર ક્યારે પણ કોઇ પ્રકારના બર્ડન અથવા દબાણનો અહેસાસ થયો નથી.’

બોલીવુડના આ સિંગરનું ‘બે પિંજરા’ સોન્ગ થયુ રિલીઝ, કહ્યું- ‘હું મારો છેલ્લો શ્વાસ સ્ટેજ પર લેવા માંગ છું’

નવી દિલ્હી: ‘આશિકી-2’ અને ‘રોય’ જેવી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપી ચુકેલા સિંગર અંકિત તિવારીની ઇચ્છા છે કે તે પોતોનો અંતિમ શ્વાસ સ્ટેજ પર લેવા માંગે છે. તિવારીએ ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે, ‘‘હું સંગીતને એક વ્યવસાય તરીકે પસંદ કર્યું છે. મને ફિલ્મ જગતનો ભાગ બનવા પર ક્યારે પણ કોઇ પ્રકારના બર્ડન અથવા દબાણનો અહેસાસ થયો નથી.’’

સંગીત મારું પેશન છે
અંકિતે કહ્યું હતું કે, ‘‘સંગીત મારુ પેશન છે. મને સંગીત ખુબ પસંદ છે અને મારી ઇચ્છા છે કે હું મારો છેલ્લો શ્વાસ સ્ટેજ પર લેવા માંગ છું. હું હમેશા પોતાને સ્ટેજ પર ગાતો હોવા જોવા માંગુ છું.’’ ગણેશ ઉત્સવના તહેવાર પર 32 વર્ષિય અંકિતે શુક્રવારે ‘બે પિંજરા’ નામનું સોન્ગ રિલીઝ કર્યું છે. અંકિતે કહ્યું હતું કે, ‘‘આ સોન્ગ મારા માટે ખાસ છે. મેં આ સોન્ગમાં મારા દિલ અને મારી આત્માને તેમાં મૂકી છે. આ સોન્ગ ‘તમને પોતાના પાંજરામાંથી બહાર નિકળવાનો’ સંદેશો આપે છે.’’

Ankit Tiwari

ઘણા હિટ સોન્ગ ગાઇ ચુક્યો છે અંકિત
ઉલ્લેખની છે કે અંકિતે પોતાના સિંગિગ કરિયરની શરૂઆત જિંગલ્સ બનાવવાથી કરી હતી. આ સાથે તેણે ઘણી સીરીયલ્સમાં પણ મ્યૂઝિક કંપોઝ કર્યું છે. ત્યારબાદ તેણે 2012માં ફિલ્મ ‘આશિકી-2’ના એક સોન્ગને ગાવાની તક મળી હતી. તેણે ‘સુન રહા હૈ તૂ’ સોન્ગ ગાયું અને આ સોન્ગને દર્શકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંકિત બોલીવુડના ઘણા હિટ સોન્ગ ગાઇ ચુક્યો છે. અંકિતે ફિલ્મ ‘એક વિલન’નું સોન્ગ ‘તેરી ગલિયાં’ પણ ગાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news