ડિયર જીંદગી: બાળકોના મનમાં શું છે...

'બાળકો પાસે જે અપેક્ષાઓ છે, તેને ભૂલી જાવ. આપણે બાળકોના મોટા થવાની સાથે તેમના પર અપેક્ષાઓનો ભાર વધારતા જઇએ છીએ. કારણ કે તેમના પ્રદર્શન સાથે આપણી પ્રતિષ્ઠાને જોડીએ છીએ. 

ડિયર જીંદગી: બાળકોના મનમાં શું છે...

'ડિયર જીંદગી'માં આપણે સતત એવા વિષય ઉઠાવી રહ્યા છે જે આપણા ઘર, આંગણા અને ચાર દિવાલોમાં તણાવ પેદા કરી રહ્યા છે. મહાનગરોની સાથે હવે નાના-નાના, સામાજિક રૂપે વધુ આત્મીય જોવા મળતા શહેરોમાં પણ તણાવ 'પ્રદુષણ' ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 

'પ્રદૂષણ'ને આપણે ત્યારે ખતરનાક ગણવાનું શરૂ કર્યું, જ્યારે તે આપણા દિલ, ફેફસાં સુધી પહોંચી ગયું.

જીવનની આધારશિલાને ઉંધા માથે લટકાવી દેવામાં આવી. જીંદગીમાં ઘણા કામ છે. જીવલેણ પ્રતિસ્પર્ધા છે. એક અવસરને ચૂકવાનો અર્થ તમને એવી રીતે ગોખાવી દેવામાં આવ્યો છે કે તમે જીંદગીને બીજા નંબરે રાખવા લાગ્યા. પહેલા નંબર પર કેરિયર, બેંક બેલેન્સ, બીજાથી 'વધુ' આવી ગયું. 

આ બધાથી તણાવ દિલ, દિમાગના સહારે યાત્રા કરતાં આપણી આત્માનું અમૃત ચોરીને ભાગી રહ્યો છે. દરરોજ તે સ્વરૂપ બદલીને આવે છે, જીવનનો સ્વાદ ચોરી લઇ જાય છે. 

શનિવારે હું જયપુરમાં એક યુનિવર્સિટીમાં બાળકો સાથે 'ડિયર જીંદગી'ના અનુસાર તણાવ, ડિપ્રેશન પર સંવાદનો ભાગ હતો. ત્યાં બધાની સામે તો બાળકો, શિક્ષકોએ પોતાના દિલની વાતો શેર કરી, પરંતુ સંવાદ બાદ અંગત સ્તર પર કેટલાક બાળકો, શિક્ષકોએ વાત કરી. પોતના, પરિવાર અને બાળકો વિશે. 

તેમાં એક વરિષ્ઠ શિક્ષકે પોતાના બાળકો વિશે વિસ્તારપૂર્વક વાત કરી. તેમની પુત્રી જે દસમા ધોરણમાં છે, બે મહિનાથી તેને ખૂબ સમજાવવા છતાં સ્કૂલે જવા માટે તૈયાર નથી. તે કોઇની સાથે વાત કરવા માટે તૈયાર નથી. તેણે પોતાની આસપાસ મૌનરૂપી દિવાલ ચણી દીધી છે. જેને બધા મળીને તોડી શક્યા નથી.  

તેમની સાથે જે વાતો થઇ તે કંઇક આ પ્રકારની હતી... 

1. 'સૌથી પહેલાં પુત્રીને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો. તેને ધમકાવવા, તેની પાસેથી બધુ જાણવાના બદલે તેને સ્નેહની ચાદરમાં લપેટવાનો પ્રયત્ન કર્યો. 

2. 'બાળકો પાસે જે અપેક્ષાઓ છે, તેને ભૂલી જાવ. આપણે બાળકોના મોટા થવાની સાથે તેમના પર અપેક્ષાઓનો ભાર વધારતા જઇએ છીએ. કારણ કે તેમના પ્રદર્શન સાથે આપણી પ્રતિષ્ઠાને જોડીએ છીએ. 

3. આપણે તે સારી રીતે સમજવાની જરૂર છે, કે બાળકો આપણાથી છે, આપણા માટે નહી. બાળકો પ્રોડક્ટ નથી, જેને માર્કેટમાં ખપાવવા માટે તમે કંપની જેવી નીતિઓ બનાવતા રહો.' 

4. બાળક સાથે જો ઘરે વિસ્તારપૂર્વક વાત કરવી શક્ય નથી તો તેને લઇને ક્યાંક નજીકની યાત્રા પર જાવ. 

5. બાળકોને સમજાવો કે તેનું જીવન સૌથી મૂલ્યવાન છે, તેનાથી વધુ તમારે માટે કંઇ નથી, ના સમાજ, ન કોઇ પરીક્ષા અને ના તો કોઇ રિઝલ્ટ તમારા અને તમારા બાળકની વચ્ચે ન આવવું જોઇએ. 

6. સૌથી અંતિમ અને જરૂરી વાત. જો બાળકોનો વ્યવહાર જરા પણ 'અલગ' લાગી રહ્યો છે, તમારાથી શક્ય નથી તો તેને જરૂર કોઇ અનુભવી મનોચિકિત્સકને બતાવો. 

મનોચિકિત્સકની પાસે જવું, ભારતમાં સૌથી મોટી મનોવૈજ્ઞાનિક વિધ્નોમાંથી એક છે. તેને લઇને આપણો દ્વષ્ટિકોણ હજુ પણ યોગ્ય થતાં માઇલો દૂર છીએ. આપણે માનીએ છીએ કે મનોચિકિત્સક પાસે પોતે જવું, બાળાકોને લઇ જવાનો અર્થ છે કે તમારી અથવા બાળકોની માનસિક અવસ્થા પર પ્રશ્નો ઉભા થઇ જશે. જ્યારે એક સરળ રીતે સમજાવવાની જરૂર છે. જેમ કે તાવ, શરદીમાં પણ તમે ઘરેલૂ ઉપાય બાદ ડૉક્ટરની પાસે જતાં ઠીક થઇ જાવ છો! એ જ પ્રામાણે મન, દિલ, દિમાગને સમજવાની જરૂર છે, તેને પણ સ્નેહ, પ્રેમની એટલી જ જરૂર છે. 

આવો ખુલીને મન, દિલ, દિમાગના તણાવ પર સંવાદ કરીએ, તેને યોગ્ય જગ્યાએ 'ટ્રિટમેંટ' માટે પ્રસ્તુત કરો. ત્યારે આપણે તણાવ, ઉદાસી અને ડિપ્રેશનથી સ્વયં અને પોતાનાઓને બચાવી શકશો.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  

ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news