જન્મ દિવસની ભેટ, મોદીના જીવન પર ‘થીમ બેઝ’ 20 પુસ્તકો લખી બનાવ્યો અનોખો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગુજરાતના જાણીતા સાહિત્યકાર દ્વારા અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે.

જન્મ દિવસની ભેટ, મોદીના જીવન પર ‘થીમ બેઝ’ 20 પુસ્તકો લખી બનાવ્યો અનોખો રેકોર્ડ

જાવેદ સૈયદ/અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગુજરાતના જાણીતા સાહિત્યકાર દ્વારા અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી વિશે તો અનેક પત્રકારો અને લેખકોએ અંગ્રેજી સહિતની ભાષામાં પુસ્તકો લખ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા સાહિત્યકાર દિનેશ દેસાઇએ વડાપ્રધાન મોદી પર અંગ્રેજી, ગુજરાતી, અને હિન્દી ભાષામાં 20 જેટલા પુસ્તકો લખ્યા છે. મહત્વનું છે, કે આ પુસ્તકો વર્ષ 2011થી 2016 સુધીના સમયગાળામાં જ લખાયા છે. 

જુદી-જુદી થીમ પર મોદી પર પુસ્તક લખી સર્જ્યો રેકોર્ડ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તો અનેક પુસ્તકો લખાયા છે. પણ કોઇ થીમ પર પુસ્તક લખવાની વાત થાય તો સૌથી પહેલા દિનેશ દેસાઇનું નામ જ પ્રથમ આવે કારણે કે, મોદીના જીવન પર આધારિક જુદી-જુદી થીમો પર આધારિત કુલ 20 જેટલા પુસ્તકો તૈયાર કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી વિષયક જુદા જુદા મહાનુભાવોના કથન અંગેના સંપાદનનું દિનેશ દેસાઈ કૃત પુસ્તક “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક (2014) સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે. જેની કિંમત રૂપિયા 2,900 છે.
 
મોદીના જીવન પર લખ્યા અનેક પુસ્તકો 
લેખક દિનેશ દેસાઈએ 20 પુસ્તકોમાં જુદી જુદી થીમ હાઈલાઈટ કરી છે. જેમાં નરેન્દ્ર મોદીની જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મૉડલ વિશે, કિશોર-તરુણો એટલો ટીનેજર્સ માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો (ક્વૉટ્સ), નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે.

દિનેશ દેસાઇ દ્વારા લખાયેલા મોદીના જીવન પર લખાયેલા પુસ્તકો
અમદાવાદના લેખકે વડાપ્રધાન નરેન્દ્ર વિશે અનેક પુસ્તકો લખ્યા છે.જુદી ભાષામાં પુસ્તકો લખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. કનિદૈ લાકિઅ તેમના પુસ્તકમાં આપણા સૌના નરેન્દ્રભાઇ, હમારે નરેન્દ્રભાઇ, અવર બીલવ્ડ નરેન્દ્રભાઇ, વિકાસપુરૃષ નરેન્દ્રભાઇ, ગ્રેટ ગુજરાત-ગ્લોબલ ગુજરાત, નરેન્દ્ર કનિદૈ લાકિઅ મોદીનો અકિલા વિચાર-વૈભવ, માનવતાનો મંત્ર-નરેન્દ્ર મોદી, બ્રાન્ડ ગુજરાત, ભવ્ય ગુજરાત-ભવ્ય ભારત, ગાંધીમાર્ગે ગુજરાત, આ છે નરેન્દ્ર મોદી, કનિદૈ લાકિઅ નરેન્દ્ર મોદી-ભારત ભાગ્ય વિધાતા, નરેન્દ્ર મોદી અને યંગિસ્તાન, મોદી-ન્યુ વિઝન ફોર ઇન્ડિયા, મહાનાયક નરેન્દ્ર મોદી, મોદી મોડેલ-ગુજરાત, સુરક્ષા કનિદૈ લાકિઅ વ્યવસ્થાપનનો સમાવેશ થાય 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news