Arjun Kapoor એ 18 વર્ષના પુત્રની માતા સાથે પ્રેમ સંબંધ વિશે આપ્યું એવું નિવેદન કે...

એક ઈન્ટરવ્યુમાં પહેલીવાર ફિલ્મ સ્ટાર અર્જુન કપૂરે મલાઈકા અરોડા સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી. 

Arjun Kapoor એ 18 વર્ષના પુત્રની માતા સાથે પ્રેમ સંબંધ વિશે આપ્યું એવું નિવેદન કે...

Arjun Kapoor on dating Malaika Arora: બોલીવુડ ફિલ્મ સ્ટાર અર્જૂન કપૂર હાલ તેની ફિલ્મ 'સરદાર કા ગ્રાન્ડસન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મનમે કાશીવ નાયરે ડાઈરેક્ટ કરી છે. ફિલ્મમાં અર્જૂન કપૂર ઉપરાંત સોની રાજદાન, કંવલજીત સિંહ, અને નીના ગુપ્તા પણ મહત્વની  ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ ગેસ્ટ રોલમાં છે. હાલના દિવસમાં અર્જુન ફિલ્મના પ્રમોશનમાં બીઝી છે. એક ઈન્ટરવ્યુમાં પહેલીવાર ફિલ્મ સ્ટાર અર્જુન કપૂરે મલાઈકા અરોડા સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી. 

અર્જુને કહ્યું કે હું મારા અંગત જીવન અંગે વાત નથી કરતો. કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરનું સન્માન કરવું જોઈએ. હાં એક ભૂતકાળ છે...અને હું એ સ્થિતિમાં રહ્યો છું, જ્યાં મે જોયું છે કે ચીજો જ્યારે જાહેર થઈ જાય તો તે હંમેશા ખુબ સારું રહેતું નથી કારણ કે તેનાથી બાળકો પ્રભાવિત થાય છે. અર્જુન કપૂરે કહ્યું કે હું પૂરેપૂરી કોશિશ કરું છું કે અમારી વચ્ચે સન્માનજનક સીમા હોય. હું હંમેશા એ જ કરું છું જેનાથી તે સહજ હોય છે અને તેનાથી મારી કરિયર અને મારા સંબંધ પણ પ્રભાવિત ન થાય. આથી તમારે તમારી મર્યાદા બનાવવી પડશે. હું આજે આ અંગે એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે અમારા સંબંધમાં તે એક નિશ્ચિત સન્માન છે. અમે અમારા સંબંધને સમય આપ્યો છે. મેં હંમેશાથી તેને એક ગરિમા આપવાની કોશિશ કરી છે. 

અત્રે જણાવવાનું કે અર્જુન કપૂર અને મલાઈકા અરોડાનો સંબંધ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ સ્ટાર મહાઈકા અરોડાએ 19 વર્ષના લગ્ન જીવન બાદ પતિ અરબાજ ખાનને તલાક આપીને અલગ રસ્તે જવાનો નિર્ણય લીધો. મલાઈકા અરોડા અને અરબાજ ખાનનો 18 વર્ષનો એક પુત્ર અરહાન ખાન પણ છે. જ્યારે અર્જુન કપૂરના તો હજુ લગ્ન પણ થયા નથી. આ જ કારણ છે કે મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના અફેરની ખુબ ચર્ચા થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news