Chhattisgarh: કોરોનાકાળમાં કલેક્ટર ભાન ભૂલ્યા, ફોન તોડી યુવકને માર્યો, હવે CM એ કરી કાર્યવાહી
સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ કોરોના લોકડાઉન દરમિયાન પોતાની સરકારી તાકાતનો કારણવગર ઉપયોગ કરતા એક યુવક સાથે એવો વ્યવહાર કર્યો કે દેશમાં તેમની આ હરકતની ખુબ ટીકા થઈ રહી છે.
Trending Photos
રાયપુર: ભારત હજુ કોરોનાની બીજી લહેરથી બહાર આવ્યું નથી. દેશની 90 ટકાથી વધુ વસ્તી લોકડાઉન કે કોરોના કર્ફ્યૂના સકંજામાં છે. ફક્ત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ પ્રતિબંધોમાંથી છૂટ અપાઈ છે. આવામાં આ પ્રતિબંધોને લાગૂ કરવા માટે પ્રશાસન પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. ક્યાંક સારા પરિણામો જોવા મળી રહ્યા છે તો ક્યાંક લોકો હજુ પણ સુધરવા માટે તૈયાર નથી. આ બધા વચ્ચે છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે લાગેલા પ્રશાસનિક અમલીકરણ પર સવાલ ઉભા થઈ ગયા.
અહીં એક કલેક્ટરે યુવકને લાફો મારીને તેનો ફોન તોડી નાખ્યો હતો. આ મામલે કલેક્ટરે માફી માંગી પરંતુ આમ છતાં તેમની છૂટ્ટી કરી નાખવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ સીએમઓ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં આઈએએસ ગૌરવકુમાર સિંહને સૂરજપુરના નવા જિલ્લા કલેક્ટર બનાવવાની જાણકારી મળી છે.
પહેલા મોબાઈલ તોડીને પીટાઈ કરી પછી માફી માંગી
સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ કોરોના લોકડાઉન દરમિયાન પોતાની સરકારી તાકાતનો કારણવગર ઉપયોગ કરતા એક યુવક સાથે એવો વ્યવહાર કર્યો કે દેશમાં તેમની આ હરકતની ખુબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના આ લાફા પ્રકરણની આકરી ટીકા થઈ રહી છે.
જુઓ કલેક્ટરસાહેબની કરતૂતનો વીડિયો...
વાત જાણે એમ છે કે સૂરજપુરમાં કોરોના લોકડાઉન લાગૂ કરાવવાની જવાબદારી તેમના ખભે હતી. પરંતુ કલેક્ટર હોવાની ચમકમાં તેઓ પોતાના હોશ ગુમાવી બેઠા અને જરૂરી કામથી બહાર આવેલા એક યુવકનો પહેલા તો મોબાઈલ રસ્તા પર પટકી નાખ્યો અને ત્યારબાદ તેને થપ્પડ મારી દીધી. આટલું ઓછું પડ્યું તો પોલીસવાળા પાસે ડંડાથી માર પણ ખવડાવ્યો. વાત દૂર સુધી ગઈ તો કલેક્ટર સાહેબે માફી માંગવી પડી.
મુખ્યમંત્રીએ કરી કાર્યવાહી
સોશિયલ મીડિયાની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે માત્ર ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાર્યવાહી કરતા કલેક્ટરને તત્કાળ પ્રભાવથી હટાવી દીધા. સીએમએ ટ્વીટ કરીને લખ્યું કે સૂરજપુરના કલેક્ટર રણબીર શર્મા દ્વારા આ નવયુવક સાથે દુર્વ્યવહારનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. આ ખુબ જ દુખદ અને ટીકાપાત્ર છે. છત્તીસગઢમાં આ પ્રકારના કૃત્યને સહન કરવામાં આવશે નહીં. કલેક્ટર રણબીર શર્માને તત્કાળ પ્રભાવથી હટાવવાના નિર્દેશ અપાયા છે. હું આ ઘટનાથી સ્તબ્ધ છું આથી નવયુવક અને તેના પરિવારજનો પ્રત્યે ખેદ વ્યક્ત કરું છું.
सोशल मीडिया के माध्यम से सूरजपुर कलेक्टर रणबीर शर्मा द्वारा एक नवयुवक से दुर्व्यवहार का मामला मेरे संज्ञान में आया है।
यह बेहद दुखद और निंदनीय है। छत्तीसगढ़ में इस तरह का कोई कृत्य कतई बर्दाश्त नहीं किया जाएगा।
कलेक्टर रणबीर शर्मा को तत्काल प्रभाव से हटाने के निर्देश दिए हैं।
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 23, 2021
યુવકના પરિજનોનું દુખ છલક્યું
ઘટના બાદ જે યુવક સાથે ડીએમએ અભદ્રતા કરી હતી તેના પરિજનોએ પોતાનું દુખ વ્યક્ત કરતા નારાજગી વ્યક્ત કરી છે. પીડિત છોકરાના પિતાએ કહ્યું કે તેમની પત્ની અને તેમને કોરોનાની રસી મૂકવામાં આવી છે. જેના કારણે પુત્રને બહાર દવા લેવા માટે મોકલ્યો હતો. તેમણે જણાવ્યું કે કલેક્ટરે તેમના પુત્ર સાથે જે વ્યવહાર કર્યો તે તકલીફ આપનારો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે