Anupama Anuj Wedding: દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો? Photos થયા વાયરલ

એક સમય હતો કે જ્યારે લોકોને ટીન એજર્સની લવસ્ટોરી ખુબ ગમતી હતી પંરતુ હાલના સમયમાં ભારતીય ટેલીવિઝન પર એક અનોખી લવસ્ટોરી ધૂમ મચાવી રહી છે. તે છે અનુપમા અને અનુજ કાપડિયાની 40 પ્લસવાળી પ્રેમ કહાની. બંને વચ્ચે વધતી નીકટતા બાદ હવે લોકોને બંને સાથે આવે તેની આતુરતા છે. હાલ આ ટીવી શોના સેટની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેને જોતા એવું લાગે છે કે અનુપમા અને અનુજના પીઠી ચોળવાની સેરેમનીના ફોટા છે. 
Anupama Anuj Wedding: દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો? Photos થયા વાયરલ

નવી દિલ્હી: એક સમય હતો કે જ્યારે લોકોને ટીન એજર્સની લવસ્ટોરી ખુબ ગમતી હતી પંરતુ હાલના સમયમાં ભારતીય ટેલીવિઝન પર એક અનોખી લવસ્ટોરી ધૂમ મચાવી રહી છે. તે છે અનુપમા અને અનુજ કાપડિયાની 40 પ્લસવાળી પ્રેમ કહાની. બંને વચ્ચે વધતી નીકટતા બાદ હવે લોકોને બંને સાથે આવે તેની આતુરતા છે. હાલ આ ટીવી શોના સેટની કેટલીક તસવીરો સામે આવી રહી છે જેને જોતા એવું લાગે છે કે અનુપમા અને અનુજના પીઠી ચોળવાની સેરેમનીના ફોટા છે. 

પીળા કપડામાં જોવા મળ્યો શાહ પરિવાર
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો અનુપમાની કહાનીમાં હવે અનુજનો એકતરફી પ્રેમ અનુપમાના હ્રદયના રસ્તા સુધી પહોંચી ચૂક્યો છે. બુધવારના એપિસોડમાં જોયું કે બાપુજીએ અનુપમાને અનુજને પોતાના મનમાં જગ્યા આપવાની સલાહ આપી. તેઓ બંનેને રાધાકૃષ્ણના પ્રેમનું ઉદાહરણ આપે છે. અનુપમાના દિલમાં પણ અનુજ માટે  પ્રેમ જાણે જોવા મળી રહ્યો છે. પરંતુ હવે સેટથી જે તસવીરો સામે આવી રહી છે તેનો તો નજારો કઈક અલગ જ છે. કારણ કે આ તસવીરમાં આખો શાહ પરિવાર પીળા કપડામાં જોવા મળી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telly Face (@telly.face)

શું આ અનુજ અને અનુપમાની હલદી સેરેમની એટલે કે પીઠી ચોળવાનું શુટિંગ છે
આ તસવીરો એક ફેનપેજે શેર કરી છે. તસવીરોમાં શાહ પરિવારના સભ્યો ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. તમામ લોકોએ હલદી સેરેમનીના જેમ પીળા કપડાં પહેર્યા છે. મસ્તી સાથે બધા પોઝ આપી રહ્યા છે. એક તસવીરમાં બા અને બાપુજીએ ફ્રેમ પકડી છે તે ફ્રેમમાં બધા જોવા મળી રહ્યા છે. જેના કમેન્ટ સેક્શનમાં લોકો કહે છે કે #MaAn ના લગ્ન થઈ રહ્યા છે. એક યૂઝરે પૂછ્યું કે શું અનુપમા અને અનુજની હલદી સેરેમનીના ફોટા છે? બીજાએ લખ્યું કે અનુપમાએ યોગ્ય વ્યક્તિનો સાથ પસંદ કરી જ લીધો. અનેક લોકોએ કમેન્ટમાં દિલ ઈમોજી પણ આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલીએ શેર કર્યો ફોટો
બીજી બાજુ શોની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની બા એટલે કે અલ્પના બુચ અને ઓનસ્ક્રિન નણંદ ડોલી સાથે એક સુંદર તસવીર શેર કરી છે. ત્રણેયનો આ પોઝ દર્શાવે છે કે શોમાં ભલે હાલાત ગમે તેવા હોય પરંતુ રિયલ લાઈફમાં આ ત્રણેય ખુબ ક્લોઝ છે. 

શું છે આ તસવીરોનો સત્ય
અત્રે જણાવવાનું કે આ તસવીરો અનુજ અને અનુપમાની હલદી સેરેમનીની છે કે નહીં તે તો પાક્કું ખબર નથી પરંતુ એક ફેન પેજની જાણકારી મુજબ આ તસવીરો બા અને બાપુજીની લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણીના શુટિંગની છે. જલદી આ પળ ટીવી સિરિયલમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news