વડોદરા દુષ્કર્મ અને સ્યૂસાઈડ કેસ : દુષ્કર્મ બાદ રોડ પર પડેલી પીડિતાની સાયકલ સિક્યુરિટી ગાર્ડ ઘરે લઈ આવ્યો હતો 

વડોદરાના ચકચારી સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide case) માં આખરે પોલીસને પહેલી સફળતા મળી છે. મૃતક યુવતીની ગુમ સાયકલ આખરે 25 દિવસ બાદ પોલીસે શોધી કાઢી છે. જોકે, આ કેસમાં પોલીસે બીજા એક સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરી છે. 

વડોદરા દુષ્કર્મ અને સ્યૂસાઈડ કેસ : દુષ્કર્મ બાદ રોડ પર પડેલી પીડિતાની સાયકલ સિક્યુરિટી ગાર્ડ ઘરે લઈ આવ્યો હતો 

રવિ અગ્રવાલ/હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરાના ચકચારી સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide case) માં આખરે પોલીસને પહેલી સફળતા મળી છે. મૃતક યુવતીની ગુમ સાયકલ આખરે 25 દિવસ બાદ પોલીસે શોધી કાઢી છે. જોકે, આ કેસમાં પોલીસે બીજા એક સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરી છે. 

તાજેતરમાં પીડિતાની ગુમ સાયકલ સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાને પકડી પાડવામાં આવ્યો હતો.  પોલીસે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો અને તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ જ હોવાનું સામે આવ્યું છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળી શકે, તે આધારે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. સિક્યોરિટી ગાર્ડે બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં સાયકલ છુપાવી હતી. પૂછપરછમાં સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી મળી, જે  બાદ બંગલાના આસોપાલવના ઝાડ નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાંખ્યા હતા. 

દુષ્કર્મ બાદ પડેલી સાયકલ સિક્યુરિટી ગાર્ડ ઘરે લઈ આવ્યો હતો 
પુનિત નગર ના એ/13 બંધ બંગલાના પરિસરમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ છુપાવી હતી. સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાએ જ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારીને તેને નીચે પાડી દીધી હતી. તેના બાદ યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ થયું હતું. તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડ યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો પણ પોલીસને મળેલા આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાની પત્નીએ પોલીસ સામે સ્વીકાર્યું કે, તેનો પતિ સાયકલ ચોરી ઘરે લાવ્યો હતો. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા. 

વડોદરા સામુહિક દુષ્કર્મ કેસમાં LCB પોલીસને મોટી સફળતા, પકડાયો ખાનગી સિક્યોરિટી ગાર્ડ

તો આજે આ કેસમાં બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની અટકાયત કરવામાં આવી છે. કમલેશ રાઠવા અને મહેશ રાઠવા બંનેના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આ કપડાને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે. રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું છે. એક ટાયર સિક્યોરિટી ગાર્ડએ નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડના ત્રણ થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા, જેની એફએસએલ તપાસ કરાવાશે. 

સમગ્ર અહેવાલ બહાર આવ્યા બાદ ઓએસિસ સંસ્થા પર સકંજો કસાયો છે અને હવે ઓએસીસ સંસ્થાની ભેદી ભૂમિકા વિશે તપાસ કરવામાં આવશે. ઓએસિસ સંસ્થાના કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે ઓએસિસ સંસ્થા સામે તપાસ કરવા વડોદરાના ACP ક્રાઈમને તપાસ સોંપાઈ છે. તપાસ બાદ ઓએસિસ સંસ્થાનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે. તેમજ આજે ઓએસિસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું પોલીસે ત્રણ કલાક સુધી વીડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news