સાંકડી નર્મદા કેનાલમાં થઈ મગર અને ભૂંડની લડાઈ, વીડિયો છેલ્લે સુધી જોજો
પ્રાણીઓનો વીડિયો વાયરલ થતા વાર લાગતી નથી. તેમાં પણ પ્રાણીઓની કોઈ એવી અદા કેમેરામા કેદ થઈ જાય તો તે વીડિયો જોતજોતામાં પોપ્યુલર બની જાય છે. પ્રાણીઓની લડાઈના વીડિયો સૌથી વધુ વાયરલ (viral video) થાય છે. આવામાં મગર અને ભૂંડની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. એક નાનકડી કેનાલમાં મગર અને ભૂંડ વચ્ચે જે લડાઈ થઈ, તેમાં જીવ સટોસટનો ખેલ ખેલાયો હતો.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પ્રાણીઓનો વીડિયો વાયરલ થતા વાર લાગતી નથી. તેમાં પણ પ્રાણીઓની કોઈ એવી અદા કેમેરામા કેદ થઈ જાય તો તે વીડિયો જોતજોતામાં પોપ્યુલર બની જાય છે. પ્રાણીઓની લડાઈના વીડિયો સૌથી વધુ વાયરલ (viral video) થાય છે. આવામાં મગર અને ભૂંડની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. એક નાનકડી કેનાલમાં મગર અને ભૂંડ વચ્ચે જે લડાઈ થઈ, તેમાં જીવ સટોસટનો ખેલ ખેલાયો હતો.
પ્રકૃતિથી ભરપૂર એવા પંચમહાલ જિલ્લામાંથી મગર અને ભૂંડની લડાઈ (animal fight) નો વીડિયો સામે આવ્યો છે. નાનકડી એવી નર્મદાની મુખ્ય કેનાલમાં મગર અને ભૂંડ સામસામે આવી ગયા હતા, ત્યારે બંને વચ્ચે જીવ બચાવવો દ્વંદ્વ યુદ્ધ ખેલાયુ હતું. ‘પાણીમાં રહી મગર સાથે વેર ન કરાય’ આ ઉક્તિને ખોટી પાડતો ભૂંડ લડાકુ મિજાજમાં આવી ગયો હતો અને મગરમચ્છ સામે બાથ ભરી હતી.
મહાકાય મગરના જડબામાંથી ભારે હિંમતભેર છટકીને ભૂંડે મગરનો સામનો કર્યો હતો. અને આખરે મહાકાય મગર સામે લડાઈ કરી ભૂંડે પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ આ વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલના કાલોલ હાલોલ તરફથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમા બનેલી ઘટના હાલ ચર્ચાના ચગડોળે ચઢી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે