અભિનેતા અનિલ કપૂરે લગાવ્યો અટકળો પર વિરામ, દેખાડ્યો પોતાનો Corona Report


અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોનાથી સંક્રમિત નથી. તો ફિલ્મ જુગ-જુગ જિયોના સેટ પર અભિનેતા વરૂણ ધવન અને નિતૂ કપૂર કોવિડ પોઝિટિવ આવ્યા છે. 
 

અભિનેતા અનિલ કપૂરે લગાવ્યો અટકળો પર વિરામ, દેખાડ્યો પોતાનો Corona Report

મુંબઈઃ ફિલ્મ 'જુગ-જુગ જીયો'  (Jug Jugg Jeeyo)ના સેટથી સમાચાર આવ્યા કે, ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં તે અટકળો લગાવવામાં આવી કે અનિલ કપૂર  (Anil Kapoor) પણ કોરોના સંક્રમિત છે. હવે અનિલ કપૂરે ખુદ આ વાતનિ પુષ્ટિ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

અનિલ કપૂરે દૂર કરી લોકોની ચિંતા
અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોના નેગેટિવ છે. અભિનેતાએ લખ્યુ, 'અટકળો પર વિરામ લગાવતા જણાવી દઉં કે હું કોવિડ-19ની તપાસમાં નેગેટિવ આવ્યો છું. તમારી ચિંતા અને શુભકામનાઓ માટે આભાર.'

— Anil Kapoor (@AnilKapoor) December 4, 2020

કિયારા અડવાણીનો રિપોર્ટ પોઝિટિવ
હાલમાં સમાચાર આવ્યા કે અનિલ કપૂરની સાથે ચંડીગઢમાં રાજ મહેતા દિગ્દર્શિત ફિલ્મ જુગ જુગ જિયો (Jug Jugg Jeeyo)નું શૂટિંગ કરી રહેલા વરૂણ ધવન (Varun Dhawan) અને નીતૂ કપૂર (Neetu Kapoor) કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ ત્રણેય કલાકારો સિવાય કિયારા અડવાણી  (Kiara Advani) પણ આ ફિલ્મમાં છે, પરંતુ તાજા રિપોર્ટ અનુસાર કિયારાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર રાજ મેહતા પણ કોવિડ પોઝિટિવ છે. 

રોકવામાં આવ્યું ફિલ્મનું શૂટિંગ
બંન્ને કલાકારો કોરોનાથી સંક્રમિત થયા બાદ માની લેવામાં આવ્યું કે, અનિલ કપૂર પણ કોરોનાની ઝપેટમાં છે, પરંતુ કોવિડની તપાસમાં અભિનેતા નેગેટિવ આવ્યા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news