તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે નકલી? આ રીતે તમે ઘરે કરી શકો છો ટેસ્ટીંગ

તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે નકલી? આ રીતે તમે ઘરે કરી શકો છો ટેસ્ટીંગ
  • ઘરે ડાયમંડ અસલી છે કે નકલી તેનું ટેસ્ટિંગ તમે જાતે જ કરી શકો છો. 
  • ડાયમંડની જ્વેલરી ખરીદતા સમયે 4-સી એટલે કે કટ, ક્લૈરિટી, કેરેટ અને કલરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

ઝી મીડિયા/બ્યૂરો :તમારી આસપાસ કે અખબારોમાં હંમેશા દાગીનાના નકલી હોવાના સમાચાર આવતા રહે છે. કેટલાક લોકો દાગીના ખરીદવામાં ફ્રોડનો શિકાર બને છે, અને લાખો ગુમાવી બેસે છે. આવા કિસ્સા બાદ લોકોને એક સવાલ થાય છે કે, શું આપણે દાગીનાનું ચેકિંગ કરી શકીએ છીએ. જો તમે ડાયમંડના શોખીન છો, તો એલર્ટ રહીને હીરાની ખરીદી કરવાનું રાખો. હીરા ચકાસતા ન આવડતા હોય તો આજે જ શીખી લો. આજે અમે તમને બતાવીશું કે, કેવી રીતે અસલી-નકલી ડાયમંડની ઓળખ કરી શકાય છે. તેમજ ડાયમંડ ખરીદતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.
 
ડાયમંડની જ્વેલરી ખરીદતા સમયે 4-સી એટલે કે કટ, ક્લૈરિટી, કેરેટ અને કલરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ ઓથેન્ટીસિટી સર્ટિફિકેટ પણ ચેક કરી લેવું. 

આ સર્ટિફિટેટ પર સ્ટેમ્પર અને સિગ્નેચર હોવા જરૂરી છે. આઈઆઈબી અને જીઆઈએ સર્ટિફિકેટ બહુ જ મહત્ત્વનું છે. વગર બિલે કોઈ પણ જ્વેલરી ન ખરીદવી. ડાયમંડની વિશ્વસનિયતાની તપાસ પણ કરાવી લેવી. આઈઆઈજી, જીઆઈએ કે સરકારી લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ થઈ શકે છે. ઓનલાઈન જ્વેલરી ખરીદતા સમયે પણ સર્ટિફિકેટ અને કિંમત પર જરૂરી ધ્યાન આપો. 

આ પણ વાંચો : રાશિફળ 5 ડિસેમ્બર : મિથુન રાશિમાં થશે ધનલાભ, પણ 3 રાશિવાળા રહેજો સાવધાન   
 
ઘરે આવી રીતે કરો ડાયમંડનું ટેસ્ટિંગ
ઘરે ડાયમંડ અસલી છે કે નકલી તેનું ટેસ્ટિંગ તમે જાતે જ કરી શકો છો. તે માટે તમારે હીરાને તમારા મોઢાની સામે લાવવો અને મોઢામાંથી વાફ કાઢો. જેમ તમે ક્યારેક ચશ્માના ગ્લાસ સાફ કરવા માટે કરો છો તેમ. જો હીરા પર વાફ જામી જાય તો સમજો કે હીરો નકલી છે અને જો વાફ મોઈશ્ચરાઈરમાં બદલાઈ જાય તો સમજો કો હીરો અસલી છે અને તમે છેતરાયા નથી.
 
બીજી રીતમાં, હીરાના ખૂણાને આરપાર જુઓ. જો ઈન્દ્રધનુષની જેમ અલગ અલગ રંગો દેખાય તો હીરો અસલી છે. પણ જો કોઈ રંગ ન દેખાય અને માત્ર સફેદી જ દેખાય તો સમજી લો કે તે હીરો નથી, પણ નકલી પત્થર છે. 

ત્રીજી રીતમાં, હીરાને પાણીમાં નાખો અને જો તે ડૂબી જાય તો અસલી. અને જો તરવા લાગી જાય તો નકલી. પત્થરને એક પાણીના ગ્લાસમાં નાખીને જુઓ અને જુઓ કે તે નીચે ડૂબે છે કે નહિ. પોતાના ઉચ્ચ ઘનત્વને કારણે, એક અસલી હીરો ડૂબી જશે. એક નકલી હીરો નીચેની સપાટી પર કે ગ્લાસના મધ્યમાં રહેશે.
 
હીરો રોશનીનો બહુ જ સારો પરાવર્તક હોય છે. એટલે કે તે પ્રકાશને રિફલેક્ટ કરે છે. એક ન્યૂઝપેપરને લો અને હીરાની આરપાસ તેને વાંચવાનો પ્રયાસ કરોય જો શબ્દો વાંચી શકો છો, તો હીરો નકલી છે. અને જો કંઈ ન દેખાય તો હીરો સો ટકા અસલી છે.
 
હીરાને ગરમ કરો અને જુઓ કે તે તૂટે છે કે નહિ. હીરાને એક લાઈટરથી 30 સેકન્ડ માટે ગરમ કરો. અને પછી સીધુ જ ઠંડા પાણીના ગ્લાસમાં નાખી દો. જો હીરો અંદરથી ચકનાચૂર થાય, તો નકલી. અને જો તેને કંઈ ન થાય તો તે અસલી છે તેવું સમજવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news