રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો

બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમય બાદ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (Angrezi Medium) માં નજર આવ્યા છે. 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન નજર આવી રહી છે. પરંતુ રિલીઝના પહેલા દિવસ જ આ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, આ ફિલ્મની એચડી પ્રિન્ટ લિક થઈ ગઈ છે. જેની ઈફેક્ટ ફિલ્મની કમાણી પર પડવાની છે. એક તરફ કોરોના વાયરસ (Corona virus) ને કારણે આમ પણ લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યાં છે. ઉપરથી ફિલ્મ લીક થવી, આ બંને બાબતોથી ફિલ્મના મેકર્સને મોટું નુકસાન સહેવુ પડી શકે છે. રિપોર્ટસ અનુસાર, અંગ્રેજી મીડિયમને તમિલ રોકર્સ (Tamilrockers) દ્વારા લિક કરવામાં આવી છે. 
રિલીઝના એક દિવસમાં જ Angrezi Mediumને લાગ્યો 440 વોલ્ટનો મોટો ઝટકો

ઝી મીડિયા બ્યૂરો :બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમય બાદ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ (Angrezi Medium) માં નજર આવ્યા છે. 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન નજર આવી રહી છે. પરંતુ રિલીઝના પહેલા દિવસ જ આ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, આ ફિલ્મની એચડી પ્રિન્ટ લિક થઈ ગઈ છે. જેની ઈફેક્ટ ફિલ્મની કમાણી પર પડવાની છે. એક તરફ કોરોના વાયરસ (Corona virus) ને કારણે આમ પણ લોકો સિનેમાઘરોમાં જવાથી ડરી રહ્યાં છે. ઉપરથી ફિલ્મ લીક થવી, આ બંને બાબતોથી ફિલ્મના મેકર્સને મોટું નુકસાન સહેવુ પડી શકે છે. રિપોર્ટસ અનુસાર, અંગ્રેજી મીડિયમને તમિલ રોકર્સ (Tamilrockers) દ્વારા લિક કરવામાં આવી છે. 

'अंग्रेजी मीडियम' के निर्माता का इरफान खान के बारे में खुलासा, बोले- 'टॉप फॉर्म में हैं'

જોકે, ઈરફાન ખાનની આ ફિલ્મને સમીક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવી રહી છે. આ પહેલા સમાચાર મળ્યા હતા કે, દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોતા ઈરફાન ખાન અભિનીત ફિલ્મ અંગ્રેજી મીડિયમના નિર્માતાઓએ કેરળ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. કેમ કે, આ ક્ષેત્રોમાં 31 માર્ચ સુધી સિનેમાઘરો બંધ રહેવાના છે. ગુરુવારે આ જાહેરાત કરવામાં આવી હતી કે, કેટલાક વિસ્તારોમાં સિનેમાઘર અને સ્કૂલો બંધ રહેશે. જેથી અતિ સંક્રમણ વાયરસને ફેલાવાથી રોકી શકાય. 

'अंग्रेजी मीडियम' के बाद आ रही है 'चाईनीज मीडियम'! जानिए क्यों चुना यह टाइटल!

ફિલ્મના નિર્માતા દિનેશ વિજાને ન્યૂઝ એજન્સી આઈએનએસને કહ્યું કે, અંગ્રેજી મીડિયમના સફરને હું જિંદગીભર યાદ રાખીશ. ફિલ્મને ભારત સહિત દૂબઈ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાં વખાણવામાં આવી છે. આવી પરિસ્થિતિઓને પગલે કેરળ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં તેને રિલીઝ કરવામા નહિ આવે. યોગ્ય સમય આવવા પર આ રાજ્યોમાં પણ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. જેમ કે, ઈરફાને આ મામલામાં કહ્યું હતું કે, અમારી રાહ જોજો. 

અંગ્રેજી મીડિયમની ફિલ્મ પિતા-દીકરીના સંબંધોની આસપાસ વણાયેલી છે. જેના પર ઈરફાન અને રાધિકા મદાને રોલ ભજવ્યો છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ, ડિમ્પલ કાપડિયા, રણવીર શૌરી અને કરીના કપૂર ખાન પણ છે. જિયો સ્ટુડિયોઝ અને પ્રેમ વિજાન દ્વારા આ ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news