જોધપુરમાં ભીષણ રોડ અકસ્માત, પીકઅપ અને ટ્રેલરની ટક્કરમાં 11 લોકોના મોત

જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં  બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા. 

જોધપુરમાં ભીષણ રોડ અકસ્માત, પીકઅપ અને ટ્રેલરની ટક્કરમાં 11 લોકોના મોત

અરૂણ હર્ષ, જોધપુર: જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં  બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા. 

ઘાયલોને એમ્બ્યુલન્સની સહાયતાથી શેરગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. મૃતકો કેનાનાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શેરગઢ પોલીસ  સ્ટેશન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ક્રેનની સહાયતાથી પિકઅપ વાનમાં ફસાયલે લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 

જોધપુર સોઈંતરામાં અકસ્માતની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત અને ગ્રામિણ પોલીસ અધિકારી રાહુલ બારહઠ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ મૃતકોમાં 4 પુરુષો અને 6 મહિલાઓ તથા એક બાળક સામેલ છે. 

જુઓ LIVE TV

આજે સવારે સીએમ અશોક ગહેલોતે આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરતા ટ્વીટ કરીને લખ્યું કે દર્દનાક અકસ્માત અંગે જાણીને ખુબ દુખ થયું. જેમાં 11 લોકોના મોત થયાં. મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદનાઓ છે. ઈસ્વર તેમને આ દુખ સહન કરવા માટે શક્તિ આપે. હું ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news