Viral થયો અજય દેવગનનો એ ફિલ્મી ફોટો, જેનું શુટિંગ તો થયું હતું, પણ રિલીઝ ન થઈ

બોલિવુડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા અજય દેવગન (Ajay Devgan) ની એક એવી ફિલ્મની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જે રિલીઝ થઈ નથી. આ ફિલ્મ ‘નામ’ છે. ફિલ્મ નામ (Naam) ના સેટ પર લેવાયેલી આ તસવીર છે. આ ફિલ્મની રોમાંચક વાત એ છે કે, તે ક્યારેય પૂરી થઈ ન શકી. તેની તસવીર શેર કરીને અનીસ બઝમી (Anees Bazmee) એ સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું કે, તેઓ એક આઉટડોર લોકેશન પર અજયને એક શોટ વિશે સમજાવી રહ્યાં છે.

Viral થયો અજય દેવગનનો એ ફિલ્મી ફોટો, જેનું શુટિંગ તો થયું હતું, પણ રિલીઝ ન થઈ

નવી દિલ્હી :બોલિવુડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા અજય દેવગન (Ajay Devgan) ની એક એવી ફિલ્મની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જે રિલીઝ થઈ નથી. આ ફિલ્મ ‘નામ’ છે. ફિલ્મ નામ (Naam) ના સેટ પર લેવાયેલી આ તસવીર છે. આ ફિલ્મની રોમાંચક વાત એ છે કે, તે ક્યારેય પૂરી થઈ ન શકી. તેની તસવીર શેર કરીને અનીસ બઝમી (Anees Bazmee) એ સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું કે, તેઓ એક આઉટડોર લોકેશન પર અજયને એક શોટ વિશે સમજાવી રહ્યાં છે.

— Anees Bazmee (@BazmeeAnees) October 3, 2019

સ્વિત્ઝરલેન્ડની છે તસવીર
બઝમીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીર સ્વિત્ઝરલેન્ડમાં લેવાયેલી હતી, જ્યાં ફિલ્મના એક દ્રશ્યનું શુટિંગ થયું હતું. આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ શકી. તેમાં સમીરા રેડ્ડી અને ભૂમિકા ચાવલા એક્ટ્રેસ તરીકે હતા. તસવીરની સાથે બઝમીએ લખ્યું છે કે, આ સીન દરમિયાન અજયને પોતાની પત્ની અને બાળકને શોધવાનું હતું. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ હતી, જે લોકોને બહુ જ ગમી હોત. આશા રાખું છું કે, કોઈ દિવસે ફિલ્મ રિલીઝ થઈ જાય અને તમને એ જોવા મળે.

હાર અનીસ બઝમી ‘પાગલપંતી’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રુઝ, અરશદ વારસી અને કૃતિ ખરબંદા છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news