EXCLUSIVE: એર સ્ટ્રાઈકમાં ‘મિરાજ 2000’થી કરાયેલ હુમલાને એક ખાસ કોર્ડ વર્ડ અપાયો હતો

ભારતીય વાયુસેના (Indian Airforce) એ બાલાકોટ (Balakot) એર સ્ટ્રાઈક (Air Strike) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. બાલાકોટમાં આતંકી કેમ્પ પર જે મિરાજ 2000 (Mirage 2000)  દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, આ બોમ્બ હુમલાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાના જણાવ્યા અનુસાર, આ મિશનને સ્પાઈસ નામ આપવામાં આવ્યું હતું. આવું એટલા માટે કે, મિરાજ 2000 સ્પાઈસ મિસાઈલ લઈને જઈ રહ્યું હતું. આ સ્પાઈસ મિસાઈલે જ આતંકી (Terrorist) કેમ્પને ટાર્ગેટ કર્યા હતા.
EXCLUSIVE: એર સ્ટ્રાઈકમાં ‘મિરાજ 2000’થી કરાયેલ હુમલાને એક ખાસ કોર્ડ વર્ડ અપાયો હતો

નવી દિલ્હી :ભારતીય વાયુસેના (Indian Airforce) એ બાલાકોટ (Balakot) એર સ્ટ્રાઈક (Air Strike) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. બાલાકોટમાં આતંકી કેમ્પ પર જે મિરાજ 2000 (Mirage 2000)  દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, આ બોમ્બ હુમલાને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાના જણાવ્યા અનુસાર, આ મિશનને સ્પાઈસ નામ આપવામાં આવ્યું હતું. આવું એટલા માટે કે, મિરાજ 2000 સ્પાઈસ મિસાઈલ લઈને જઈ રહ્યું હતું. આ સ્પાઈસ મિસાઈલે જ આતંકી (Terrorist) કેમ્પને ટાર્ગેટ કર્યા હતા.

જાહેરમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ઈમરાન ખાનના જુઠ્ઠાણા ગણાવ્યા  

બાલાકોટના શૂરવીરોને સન્માનિત કરાશે
સ્કવોર્ડન લીડર મિન્ટી અગ્રવાલની 601 સિગ્નલ યુનિટને પણ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં તેમની મહત્વપૂર્ણ કામગીરી અને 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા કરાયેલ હવાઈ હુમલાને અસફળ બનાવવા માટે યુનિટ પ્રશસ્તિ પત્રની સાથે સન્માનિત પણ કરશે.

તો નંબર 9 સ્કવોર્ડન જેના મિરાજ 2000 ફાઈટર વિમાનના ઓપરેશન બંદર દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં હવાઈ હુમલા કરાયા હતા, જે યુનિટને પણ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરાયું હતું.

વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ

27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની વાયુ સેનાના હુમલાને અસફળ બનાવવા માટે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 51 સ્કવોર્ડનને યુનિટ પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશએ આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાના 13 દિવસ બાદ ભારતીય વાયુસેના એ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પને નિશાન બનાવ્યા હતા. આ હુમલાથી ગુસ્સે થયેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાએ આ પ્રસાય પણ નિષ્ફળ બનાવ્યો હતો.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news