ફિલ્મ '83માં પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથની ભૂમિકા ભજવશે આ કલાકાર!

કબીર ખાનની '83 માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જોવા મળશે.
ફિલ્મ '83માં પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથની ભૂમિકા ભજવશે આ કલાકાર!

મુંબઇ: કબીર ખાનની '83 માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જોવા મળશે.

મોહિંદર અમરનાથ જેમણે 83 માં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તે ટીમના ઉપ-કેપ્ટન પણ હતા અને વેસ્ટઇન્ડીઝની ટીમ વિરૂદ્ધ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલા મહિંદર અમરનાથ સેમીફાઇનલ અને ફાઇનલમાં મેચ ધ મેચ પણ રહી ચૂક્યા છે. 

પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથ ત્રણ વિકેટ લઇને વર્લ્ડકપની ફાઇનલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતા, અને પછી અંતિમ વિકેટ લઇને માઇકલ હોલ્ડિંગને છ રનની સાથે મેદાનથી બહાર કરી દીધો હતો. 

વર્ષ 1983ના વર્લ્ડકપની ઐતિહાસિક જીત પર આધારિત, કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 83 રણવીર સિંહની હિંદી, તમિળ અને તેલુગૂમાં બનનાર પ્રથમ ત્રિભાષી ફિલ્મ હશે. આ યાદગાર જીતને મોટા પડદા પર જોવા માટે દર્શકો ખૂબ ઉત્સાહિત છે. આ પહેલાં નિર્માતાઓએ 83માં વર્લ્ડકપ ઉઠાવનાર આખી પૂર્વ ટીમની સાથે ફિલ્મની જાહેરાત કરતાં એક કાર્યક્રમની મેજબાની કરી હતી. 

A post shared by Saqib Saleem (@saqibsaleem) on

કબીર ખાન દ્વારા નિર્દેશિત સ્પોર્ટ્સ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી મહત્વપોર્ણ જીતમાંથી એક દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ફિલ્મને વાસ્તવિક સ્થળો પર શૂટ કરવામાં આવશે આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં, જેમણે ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડકપની પ્રથમ જીત અપાવી હતી, 1983ના વર્લ્ડકપે ક્રિકેટ પ્રેમીઓના મગજ પર ઉંડી છાપ છોડી હતી. 

જ્યારે રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે, તો મેન ઇન બ્લૂ ટીમના રૂપમાં ફિલ્મમાં એક શક્તિશાળી કલાકારોની ટુકડી જોવા મળશે, જેમાં બલવિંદર સિંહ સંધૂના રૂપમાં અમ્મી વિર્ક, સૈયદ કિરમાણીના રૂપમાં સાહિલ ખટ્ટર, કૃષ્ણમાચાર્ય શ્રીકાંતના રૂપમાં જિવા અને મેનેજમેન્ટ પીઆર માન સિંહના રૂપમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે અને તાહિર ભસીન અને સાકિબ સલીમે આ ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રિલાયન્સ એંટરટેનમેંટ દ્વારા પ્રસ્તુત અને મધુ મંટેના દ્વારા નિર્મિત, વિષ્ણુ ઇંદુરી અને કબીર ખાનની ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news