ભારતની તૈયારીઓથી ગભરાયુ પાકિસ્તાન: "સરકારી જમાઇઓને" સેના કેમ્પમાં ખસેડાયા

પુલવામા આતંકવાદી હુમલાની જવાબાદારી પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા સ્વિકારવામાં આવી છે

ભારતની તૈયારીઓથી ગભરાયુ પાકિસ્તાન: "સરકારી જમાઇઓને" સેના કેમ્પમાં ખસેડાયા

નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલાની પૃષ્ટ ભુમિમાં ભારતની જવાબી કાર્યવાહીની સંભાવના વચ્ચે પાકિસ્તાન ડરી ગયું છે. આ કારણે સુત્રો અનુસાર નિયંત્રણ રેખા (LoC)ની આસપાસ બનેલા અનેત આતંકવાદી કેમ્પ પાકિસ્તાની સેનાના બેઝમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને પોતાના જમાઇની જેમ જ સાચવતું રહ્યું છે. સેનાથી માંડીને ISI દ્વારા આતંકવાદીઓને તમામ સગવડ પુરી પાડવામાં આવતી હોય છે. નીલમ વૈલી, ખેલ, અઠમુકામ, લીપા, હજીરા નિક્કી આતંકવાદી કેમ્પ એલઓસી પાર 10-15 કિલોમીટર દુર પાકિસ્તાની સેનાના બેઝ કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અનેક પોસ્ટર પર મુજાહિદ્દ બટાલિયનનાં સ્થળ રેગ્યુલર પાકિસ્તાની સેનાને ફરજંદ કરવામાં આવી છે. અનેક વિસ્તારમાં પાકિસ્તાને સાંજ બાદથી સામાન્ય નાગરિકોનાં આવન જાવન પર પ્રતિબંધ લગાવ્યો.

બંન્ને દેશો વચ્ચે તણાવમાં વધારો
આ તરફ પાકિસ્તાનનાં નાગરિક અને સૈન્ય નેતૃત્વ જમ્મુ કાશ્મીરમાં થયેલા સૌથી ભીષણ આતંકવાદી હૂમલા પૈકી એક, પુલવામા હૂમલા બાદ ભારતીય સેના સાથે વધેલા તણાવ અંગે ચર્ચા માટે આ અઠવાડીયે મુલાકાત યોજી શકે છે. મીડિયામાં મંગળવારે આવેલા એક સમાચારમા આ અંગે માહિતી આપવામાં આવી. કાશ્મીરના પુલવામાં જિલ્લામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હૂમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં 40 જવાનો શહીદ થયા હતા. આ હૂમલાની જવાબદારી પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશે સ્વિકારી હતી. આ હૂમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા બંન્નેએ પોતાના રાજદુતોને પરત બોલાવી લીધા હતા. 

એક્સપ્રેસ ટ્રીબ્યુનલનાં સમાચાર અનુસાર પાકિસ્તાની દૂત ભારતમાં પરિસ્થિતી અંગે અસૈન્ય અને સૈન્ય નેતૃત્વ અંગે માહિતગાર કરશે. સમાચારમાં જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ પર નિર્ણય લેનારા ટોપનાં મંચ અને ખુબ જ શક્તિશાળી રાષ્ટ્રીય સુરક્ષા સમિતી (એનએસસી)ની બેઠક આ અઠવાડીયે થઇ શકે છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન ઇમરાન ખાન કરશે. તેમાં સેવા પ્રમુખો સાથે જ મુખ્ય સંઘીય મંત્રીઓને પણ સમાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news