સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ (Shrey Hospital) માં નવા નવા વળાંકો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ (Ahmedabad Fire) મામલામાં જાણવા મળ્યું કે, હોસ્પિટલમાં કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર દબાણ કરવામાં આવ્યું હતુ. 20 મેના રોજ શ્રેય હોસ્પિટલ સહિત શહેરની 13  હોસ્પિટલોને AMC દ્વારા નોટિસ અપાઈ હતી. કોવિડ સેન્ટર ઉભું નહિ કરે તો કાયદેસરની કાર્યવવાહી કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં કોવિડ કેર ઉભુ ન કરવા લેખિતમાં 15 કારણો આપવામાં આવ્યા હતા.

સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું

ઝી મીડિયા/બ્યૂરો :શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ (Shrey Hospital) માં નવા નવા વળાંકો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ (Ahmedabad Fire) મામલામાં જાણવા મળ્યું કે, હોસ્પિટલમાં કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર દબાણ કરવામાં આવ્યું હતુ. 20 મેના રોજ શ્રેય હોસ્પિટલ સહિત શહેરની 13  હોસ્પિટલોને AMC દ્વારા નોટિસ અપાઈ હતી. કોવિડ સેન્ટર ઉભું નહિ કરે તો કાયદેસરની કાર્યવવાહી કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં કોવિડ કેર ઉભુ ન કરવા લેખિતમાં 15 કારણો આપવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં ધારાસભ્યો બચાવવા ભાજપનો માસ્ટર પ્લાન, એક ડઝનથી વધુ MLAને ગુજરાતમાં લવાયા

શ્રેય હોસ્પિટલે કોવિડ કેર સેન્ટર ઉભુ ન કરવા તંત્રને કેટલાક કારણો આપ્યા હતા. શ્રેય હોસ્પિટલે તંત્રને જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં એક જ એન્ટ્રી છે અને એક્ઝિટ ગેટ પણ એક જ છે. તેમજ અપૂરતો સ્ટાફ પણ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં વધુ વેન્ટિલેટરનો અભાવ સહિતના 15 જેટલા કારણો આપ્યા હતા. 

તો બીજી વાત એ છે કે, હોસ્પિટલની બિલ્ડીંગમાં માત્ર નીચેનો માળ જ કોમર્શિયલ હતો. બાકીના 3 માળ રેસિડેન્ટ્સ હોવા છતાં AMC ની રહેમ હેઠળ બિલ્ડીંગ કાયદેસર કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 મા શ્રેય હોસ્પિટલે રૂ 90 લાખ ઈંપેક્ટ ફી ભરી બિલ્ડીંગને કાયદેસર બનાવડાવ્યું હતું. 20 વર્ષ સુધી ગેરકાયદે બિલ્ડીંગમા AMC એ કોઈ કાર્યવાહી કરી ન હતી. 

ગેસ રીફીલિંગ કૌભાંડમાં હિરેન સુખડીયાનો ઘટસ્ફોટ, બે કથિત પત્રકારોની ગેંગ પણ છે સામેલ

તો બીજી તરફ, અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ મામલામાં મુખ્યમંત્રી દ્વારા સોંપવામાં આવેલી તપાસ અંતિમ તબક્કામાં છે. આગ લાગવાના કારણો, જવાબદાર સંચાલકો અને અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તપાસનો રિપોર્ટ તૈયાર થયા બાદ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રવિવારે રિપોર્ટ સોંપવામાં આવી શકે છે. આગ મામલની તપાસ ગૃહ વિભાગ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને મુકેશ પુરીને તપાસ સોંપાઈ છે. 

તંત્ર મોડે મોડે જાગ્યું 
શ્રેય હોસ્પિટલની આગની ઘટના બાદ મનપાનું તંત્ર સજાગ થયું છે. એસવીપી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને ફાયર ફાઇટની પ્રાથમિક તાલીમ આપી છે. ખાનગી સિક્યુરિટી કંપનીના જવાનોને ફાયર બ્રિગેડના અધિકારીઓએ તાલીમ આપી હતી. ફાયર ઇક્વિપમેન્ટ એક્સટીનગ્યુસર કંઇ રીતે ઉપયોગ કરવો તેની પણ તાલીમ અપાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news