માત્ર 12 રૂપિયા આપવા પર થશે 2 લાખનો ફાયદો, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર
Trending Photos
નવી દિલ્હી: 12 રૂપિયા આખરે શું છે. તેનાથી વધારે કિંમતની તો આજે બજારમાં એક પાણીની બોટલ વેચાય છે. પરંતુ અહીં 12 રૂપિયા તમને 2 લાખનો ફાયદો કરાવી શકે છે. કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં 12 રૂપ્યા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે.
કેન્દ્ર સરકારે દેશના ગરીબ લોકોને ધ્યાનમાં રાખી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. અમારી સહયોગી zeebiz.comના અનુસાર આ યોજનામાં 12 રૂપિયા વર્ષના પ્રીમિયમ જમા કરાવી તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીના જીવન વીમાની ગેરેન્ટી મળે છે. એટલે કે તમારે દર મહિને માત્ર 1 રૂપિયો ખર્ચ કરવાનો છે.
દર વર્ષના મે મહિનામાં કપાય છે પૈસા
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાઈ)નું વાર્ષિક પ્રિમિયમ 31 મેના રોજ જાય છે. આ પ્રીમિયમ 12 રૂપિયા છે. જો મેના અંતમાં તમારા બેંક એકાઉન્ટમાં બેલેન્સ નહી રહેતું તો પોલીસી રદ થઈ જશે. તમને જણાવી દઈએ કે, બેંકની તરફથી ગ્રાહકોને પ્રીમિયમ જમા કરાવા માટે એલર્ટ મેસેજ મોકલવામાં આવે છે. એટલા માટે ગ્રાહકોએ તેમના ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે.
આ રીતે મળી શકે છે 2 લાખ રૂપિયા
માત્ર 12 રૂપિયાની કિંમતમાં તમને 2 લાખ રૂપિયાનો ફાયદો પણ મળી શકે છે. યોજના અંતર્ગત જો કોઈ કારણથી વીમા ધારકનું મોત થઈ જાય છે તો તેના પરિવારને આ રમક મળે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)વીમા ધારકનું મૃત્યુ થવા પર અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો વીમા ધારક આંશિક રીતે પર સ્થાઈ રૂપથી વિકલાંગ થઈ જાય છે તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આ યોજના અંતર્ગત 18થી 70 વર્ષ સુધીના ઉંમરના કોઈપણ વ્યક્તિ વીમો લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે