દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો

રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Corona virus) ના સતત વધતા કેસને કાબુમાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  પોતે હવે મોરચો સંભાળ્યો છે. આજે તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક (All party meeting)  બોલાવી અને દિલ્હીના તમામ રાજકીય પક્ષોના મત જાણ્યાં. આ બેઠકમાં સામેલ થનારા તમામ પક્ષોએ પોતાના મત રજુ કર્યાં. બેઠકમાં શાહે સ્પષ્ટપણે કહ્યું કે આ સમય મહામારીને પહોંચી વળવા માટેનો છે અને તમામ પક્ષ પોતાના રાજકીય એજન્ડા અલગ રાખે. તેમણે કહ્યું કે 20 જૂનથી દરરોજ દિલ્હીમાં 18000 ટેસ્ટ થશે. બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. 
દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Corona virus) ના સતત વધતા કેસને કાબુમાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  પોતે હવે મોરચો સંભાળ્યો છે. આજે તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક (All party meeting)  બોલાવી અને દિલ્હીના તમામ રાજકીય પક્ષોના મત જાણ્યાં. આ બેઠકમાં સામેલ થનારા તમામ પક્ષોએ પોતાના મત રજુ કર્યાં. બેઠકમાં શાહે સ્પષ્ટપણે કહ્યું કે આ સમય મહામારીને પહોંચી વળવા માટેનો છે અને તમામ પક્ષ પોતાના રાજકીય એજન્ડા અલગ રાખે. તેમણે કહ્યું કે 20 જૂનથી દરરોજ દિલ્હીમાં 18000 ટેસ્ટ થશે. બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. 

એક્શનમાં શાહ, 36 કલાકમાં ત્રીજી બેઠક
છેલ્લા 36 કલાકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ત્રીજી બેઠક યોજી હતી. આ અગાઉ શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલ સહિત MCDના તમામ મેયરો સાથે બેઠક કરી હતી. રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 41 હજાર પાર થઈ ગયા છે. 

20 જૂનથી દરરજો 18 હજાર ટેસ્ટ
બેઠકમાં સામેલ પક્ષોએ પોતાના મત રજૂ કર્યાં. દિલ્હીના ભાજપ ચીફ આદેશકુમાર ગુપ્તાએ કહ્યું કે બેઠકમાં શાહે જણાવ્યું છે કે 20 જૂનથી દિલ્હી સરકાર દરરજો 18000 કોરોના ટેસ્ટ કરશે. 

કોંગ્રેસનો આપ પર આરોપ
કોંગ્રેસે બેઠક બાદ આમ આદમી પાર્ટી પર આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો. રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ બેઠક બાદ કહ્યું કે કોરોના ફેલાવવા માટે સીધી રીતે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર જવાબદાર છે. અમે 11 પોઈન્ટ સજેશન તરીકે આપ્યા છે. એલજી સાહેબને પણ સૂચનો આપ્યા હતાં. અમે કહ્યું કે કોલેજ અને હોસ્ટેલની સુવિધા લેવી જોઈએ. દિલ્હીના સીએમ ગુમરાહ કરી રહ્યાં છે. પ્રાઈવેટ હોસ્પિટલોને જવાબદાર ઠેરવી રહ્યાં છે. અમે એક પત્ર પુરાવા તરીકે સોંપ્યો છે ગૃહમંત્રીને. તેમણે તેને તપાસ માટે મોકલ્યો છે. 

જુઓ LIVE TV

દિલ્હીમાં બેકાબુ થયો છે કોરોના
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2200થી વધુ કોરોનાના નવા કેસ આવ્યાં છે. આ દરમિયાન કોરોનાના 7353 કેસ થયા જેમાંથી 2224 સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યાં. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 41,182 થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 56 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે મૃતકોની સંખ્યા વધીને 1327 થઈ છે. રાજધાનીમાં હાલ કોરોનાના 24032 એક્ટિવ કેસ છે. જ્યારે 15823 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news