Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી
બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.
Trending Photos
મુંબઇ: રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે ગુરૂવારે બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને નીતિગત વ્યાજ દરમાં ઘટાડા બાદ બેંકોની લોન પર લોનમાં મોડું થવાના કારણો પર ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિંદ્બા અને આઇડીએફસી ફર્સ્ટ બેંકના અધિકારીઓની બેઠકમાં ભાગ લીધો.
બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે. બેઠકમાં ભાગ લેનાર એક અન્ય અધિકારીઓને વધુ વિવરણ આપ્યા વગર કહ્યું કે બેઠક દરમિયાન મૌદ્વિક નીતિને પ્રભાવી તરીકે લાગૂ કરવા માટે ચર્ચા થઇ.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇના નીતિગત દરોમાં ઘટાડા છતાં બેંક તે લાભને સામાન્ય લોનધારકો સુધી પહોંચાડવામાં પાછળ રહી છે. તે તેના માટે અમલીકરણ માટે સંપત્તિઓ પેન્ડિંગ થવા અને અન્ય કારણોનો હવાલો આપતા રહ્યા છે.
આરબીઆઇના નીતિગત દરોમાં ઘટાડા બાદ ફક્ત ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે તે પણ કેટલીક શ્રેણીની લોન પર. આ બેંકોએ પણ આરબીઆઇ દ્વારા આપવામાં આવેલી રાહતનો પાંચમો ભાગ લોકો સુધી પહોંચાડ્યો.
રિઝર્વ બેંકની મૌદ્બિક નીતિ સમિતિએ સાત ફેબ્રુઆરીના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી તેને 6.25 ટકા પર લાવી દીધો. એક બેંક અધિકારીએ કહ્યું 'અમે ગર્વનરને કહ્યું કે સંપત્તિ અને જવાબદારી સમિતિની આગામી માસિક સમીક્ષા બેઠકમાં અમે લોન પર વ્યાજમાં ફેરફાર અંગે વિચાર કરીશું.'' એક અન્ય બેંક અધિકારીએ કહ્યું કે આરબીઆઇ વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા માટે બેંકો સાથે વધુ એક બેઠક બોલાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે