World Cup 2019: ભારતે પાક સાથે રમવું કે નહીં? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ

પુલવામા આતંકી હુમલા બાદ ભારતના પૂર્વ ક્રિકેટર માગ કરી રહ્યાં છે કે, પાકિસ્તાનની સાથે ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ. 
 

World Cup 2019: ભારતે પાક સાથે રમવું કે નહીં? વિરાટ કોહલીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પુલવામા શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, વિશ્વકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈને દેશની સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) જે નિર્ણય લેશે, તે અમને મંજુર રહેશે. 

જમ્મૂ કાશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારતના પૂર્વ ક્રિકેટર માગ કરી રહ્યાં છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ. ઘણા ખેલાડી વિરોધી દેશની સાથે રમવાના સમર્થક છે. આ વચ્ચે વિરાટ કોહલીનું કહેવું છે કે, અમે દેશ અને બીસીસીઆઈ સાથે છીએ. સરકાર અને બોર્ડ જે નિર્ણય લેશે તેનું અમે સન્માન કરશું. 

ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું માનવું છે કે પુલવામા જેવા આતંકી હુમલાને પૂરો કરવા માટે દેશે આકરી કાર્યવાહી કરવી જોઈએ. તેણે કે કહેવાનો ઈન્કાર કરી દીધો કે પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ મેચનો બહિષ્કાર કરવો જોઈએ કે નહીં. ચહલે કહ્યું, તેને એકવારમાં પૂરુ કરી દો. અમે તે સહન ન કરી શકીએ. 

પુલવામા હુમલામાં સીઆરપીએના 40 જવાનો શહીદ થયા જે જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો છે. આ વચ્ચે માગ ઉઠવા લાગી છે કે ભારતે 30 મેથી શરૂ થવા વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમવાનો ઇન્કાર કરવો જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news