બેંકમાં Zero Balance Account ખોલાવવું છે તમારે? આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય રીતે કોઈ પણ બેંકમાં ખાતુ ખોલાવવા માટે ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. આવામાં અનેક લોકો ખાતુ ખોલાવવાની ઈચ્છા હોવા છતાં ખોલાવી શકતા નથી. કારણ કે તેમને બેલેન્સ મેન્ટેઈન કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકો અનેક સરકારી અને ખાનગી બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખાતુ ખોલાવી શેક છે. અમે તમને ઝીરો બેલેન્સ ખાતાના પાંચ બેસ્ટ ઓપ્શન જણાવી રહ્યાં છીએ. જેમાં 2થી લઈને સાત ટકા સુધી વ્યાજ મળે છે.
SBIમાં મળે છે આ આ બેસ્ટ ઓપ્શન
દેશની સૌથી મોટી બેંક SBIમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ એકાઉન્ટ તમે KYC ડોક્યૂમેન્ટની મદદથી ખોલાવી શકો છો. આ ખાતામાં તમને 2.75 ટકાના દરે વ્યાજ મળે છે. આ ઉપરાંત તેમાં રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડની પણ સુવિધા મળે છે. તેમાં દર મહિને તમને એસબીઆઈના એટીએમ કે પછી અન્ય બેંકોના એટીએમથી 4 કેશ વિથડ્રોઅલ મફતમાં કરવા મળશે.
HDFCમાં મળે છે 3.5 ટકા સુધીનું વ્યાજ
HDFC બેંકમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. જેમાં તમને કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર પડશે નહીં. આ એકાઉન્ટ પર તમને 3થી 3.5 ટકા સુધી વ્યાજ મળે છે. એકાઉન્ટ હોલ્ડરને એટીએમ કમ ડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક સેવા, ફ્રી ડિપોઝિટ, વિથડ્રોઅલ અને સાથે ચેકબુક, ઈમેઈલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી અનેક સુવિધિઓ ફ્રી મળશે.
કોટક મહિન્દ્રામાં મળે છે 4 ટકા વ્યાજ
Kotak Bankનું આ એકાઉન્ટ તમે ડિજિટલ બેન્કિંગ દ્વારા ખોલાવી શકો છો. તેમાં મિનિમમ બેલેન્સની કોઈ ઝંઝટ હોતી નથી. તેમાં તમારે 811 વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળે છે. તેનો ઉપયોગ તમે ઓનલાઈન શોપિંગમાં કરી શકો છો. આ બેંકમાં ખાતુ ખોલાવવામાં તમને 4 ટકા સુધી વ્યાજ મળે છે.
ઈન્ડસઈન્ડ બેંકમાં મળે છે 6 ટકા વ્યાજ
IndusInd Bankના સેવિંગ્સ એકાઉન્ટમાં તમને 4થી લઈને 6 ટકા સુધીના દરે વ્યાજ મળે છે. આ સાથે જ ઈન્ટરનેટ બેંકિંગ, અનલિમિટેડ એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ મળે છે. તમે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ખાતુ ખોલાવી શકો છો.
સૌથી વધુ આ બેંક આપે છે વ્યાજ
IDFC First Bankના ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં તમને તમામ સુવિધાઓ ફ્રીમાં મળે છે. હાલ આ બેંકના ઝીરો સેવિંગ્સ એકાઉન્ટ પર 6થી 7 ટકા વ્યાજ મળે છે. તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તમે કોઈ પણ નજીકની બ્રાન્ચમાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે